નવરાત્રી પ્રસાદમાં મોહનથાળ બનાવાની પરફેક્ટ રીત


By Jivan Kapuriya17, Sep 2025 11:50 AMgujaratijagran.com

મોહનથાળ રેસિપી

નવરાત્રી નજીક છે. ગુજરાતીઓનો ફેવરીટ એટલે મોહનથાળ. તો માતાજીને પ્રસાદમાં મોહનથાળ કેમ નહીં? નવરાત્રીના પ્રસાદ માટે બનાવો મોહનથાળ. ગુજરાતી જાગરણ 7 સ્ટેપમાં રેસિપી જણાવશે.

સામગ્રી:

2 કપ બેસન (ચણાનો લોટ), 1.5 કપ ઘી, 1.5 કપ ખાંડ, 1/2 કપ દૂધ, 1/4 કપ માવો, 1/2 ટીસ્પૂન એલચી પાવડર, બદામ, પિસ્તા (સજાવટ માટે).

સ્ટેપ્સ 1. બેસન તૈયાર કરો:

બેસનમાં 1/4 કપ ઘી અને 1/4 કપ દૂધ ઉમેરો. હાથથી મિક્સ લો. પછી ચાળણીથી ચાળી લો.

સ્ટેપ્સ2. લોટને શેકો:

કડાઈમાં 1 કપ ઘી ગરમ કરો. બેસન ઉમેરી, ધીમા તાપે 15-20 મિનિટ સુધી શેકો જ્યાં સુધી સોનેરી અને સુગંધિત ન થાય.

સ્ટેપ્સ 3. માવો ઉમેરો:

શેકેલા બેસનમાં માવો ઉમેરો અને 2-3 મિનિટ શેકો. પછી ગેસ બંધ કરી, મિશ્રણને થોડું ઠંડું થવા દો.

સ્ટેપ્સ 4. ચાસણી બનાવો:

એક પેનમાં 1.5 કપ ખાંડ અને 3/4 કપ પાણી નાખી, એકતારની ચાસણી બનાવો. એલચી પાવડર ઉમેરો.

સ્ટેપ્સ 5. મિશ્રણ તૈયાર કરો:

શેકેલા ચણાના લોટ-માવાનાના મિશ્રણમાં ગરમ ચાસણી ધીમેધીમે ઉમેરો. સતત હલાવતા રહો.

સ્ટેપ્સ 6. સેટ થવા દો

મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં ફેલાવો. ઉપર બદામ-પિસ્તાના બારિક સમારી ભભરાવો.

સ્ટેપ્સ 7. કાપો અને સર્વ કરો:

મિશ્રણને 30-40 મિનિટ ઠંડુ થવા દો. ચોરસ ટુકડાઓમાં કાપી, મોહનથાળ સર્વ કરો.

નાસ્તામાં ઝડપી પોહા ઉત્તપમ બનાવવાની રેસીપી જાણી લો