નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસ માતાજી શૈલપુત્રીને સમર્પિત છે અને આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્માણીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમને લીલો રંગ પસંદ છે. તેથી નવરાત્રીના બીજા દિવસે લીલા રંગના કપડાં પહેરો.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભૂરા કે રાખોડી કલરના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
નવરાત્રીના ચોથા દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. આ દિવસે તમારે કેસરી કલરના કપડાં પહેરવા જોઈએ અને પૂજામાં પણ આ કલરના વસ્ત્રો પહેરવા જોઈએ.
નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમારે સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. વાસ્તવમાં સફેદ કલર જીવનમાં શાંતિનું પ્રતિક છે.
નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવાની માન્યતા છે. આ દિવસે માત્ર વાદળી રંગના વસ્ત્રો પહેરીને જ માતાજીની પૂજા કરવી જોઈએ.
નવરાત્રીના 7માં દિવસે માઁ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વાદળી કલરના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે.
આઠમના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી વસ્ત્રો પહેરવા શુભ હોય છે. આ રંગ આશા અને સામાજિક ઉત્થાનનું પ્રતીક છે.
નવરાત્રીનો નવમો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે તમારે જાંબલી કલરના વસ્રો પહેરવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ રંગ મહત્વાકાંક્ષાનું પ્રતિક છે.
ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.