22 માર્ચથી નવરાત્રિ શરુ થઈ રહી છે, આજે અમે તમને જણાવીશું કે તમે 9 દિવસ માતાજીને ક્યો ભોગ ચઢાવશો કે જેથી તમને આશીર્વાદ મળી શકે.
મા શૈલપુત્રી નવરાત્રિ હિમાલય રાજની પુત્રી છે, નવરાત્રિના પહેલા દિવસે ગાયના ઘીથી બનેલ ભોગ અર્પણ કરો. તેનાથી આપને આરોગ્ય અને સુખ સમૃદ્ધિ મળશે.
નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરાય છે, બ્રહ્મચારિણી માતાજીને ખાંડનો પ્રસાદ ખૂબ જ પસંદ છે. તેને ચઢાવવાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે.
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસે પ્રસાદમાં દૂધથી બનાવેલી મીઠાઈ, પકવાન અને ખીર રાખવી.
મા કૂષ્માંડાની પૂજા નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે. આ દિવસે માલપૂઆનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો.
પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેળાનો પ્રસાદ ધરાવવો જોઈએ.
છઠ્ઠા દિવસે મ કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને મધ અર્પણ કરવું.
સાતમાં દિવસે મા કાલરાત્રિનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગોળનો પ્રસાદ ધરાવો.
આઠમાં દિવસે મહાગૌરી માતાજીની પૂજા કરવામાં આવે છે. તેમને નારિયેળથી બનેલી કોઈ વસ્તુનો પ્રસાદ અર્પણ કરો.
નવરાત્રિના છેલ્લા એટલે કે નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે તેમને હલવા-પૂરી અર્પણ કરવા જોઈએ અને કન્યા પૂજન કરવું જોઈએ.