ભારતની ભૌગોલીક સુંદરતામાં ચાર ચાંદ લગાવતી આ કુદરતી અજાયબીઓ વિશે જાણો


By Smith Taral29, Aug 2024 04:15 PMgujaratijagran.com

ભારત વિશ્વમાં ભૈગોલીક દ્રશ્ટીએ એક ધનાઢ્ય દેશ છે. અહીં પર્વતો, ખીણો, નદીઓ, દરીયો, રણ, જંગલો વગેરે જેવા વિવિધ ભૈગોલીક સ્થળો આવેલા છે. ભારતના પ્રવાસને વધુ ખાસ બનાવતી ભારતની આ કુદરતી અજાયબીઓ તમારે એકવાર જરૂરથી મુલાકાત લેવી જોઈએ. આવો જાણીએ વધુમાં

પશ્ચિમ ઘાટ

યુનેસ્કો હેરિટેજ સાઇટ, પશ્ચિમ ઘાટની પર્વતમાળા તેમના વિશાળ વિસ્તરણ અને કુદરતી સુંદરતા માટે પ્રસિદ્ધ છે. જ્યાં પ્રકૃતિના ખોળામાં વિહરવાનો આનંદ અનેરો છો

સુંદરવન, પશ્ચિમ બંગાળ

વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ જંગલમાં, સુંદરવનના જંગલોમાં રોયલ બેંગાલ ટાઈગરના નિવાસ્થાન સાથે આ ભારતનીમંત્રમુગ્ધ કરનાર કુદરતી અજાયબીઓમાંનું એક છે

મેગ્નેટિક હિલ, શ્રીનગર

મેગ્નેટિક હિલ, જે, શ્રીનગર-લેહ પર છે આવેલું છે. અહીં નીચે આવતા વાહનો હીલ પર ચઢી રહ્યા હોય તેવો આભાસ થાય છે. આ વૈજ્ઞાનિક ઘટનાને લીધે તેને મેગ્નેટીક હીલ પણ કહેવામાં આવે છે

કચ્છનું રણ

કચ્છના વિશાળ રણને સફેંદ રણ પણ કહે છે. અહીં ઉજવવામાં આવતા રણોત્સવ કચ્છની તેજસ્વી સંસ્કૃતિ અને કળાને ઉજાગર છે જે મંત્રમુગ્ધ કર દેનારુ છે.

વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

વેલી ઓફ ફ્લાવર્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમા સામેલ છે. ત્યાં આવેલા આલ્પાઇન ફૂલો, ઘાસના મેદાનો અને ત્યાનું વાઈલ્ડલાઈફ ઘણું પ્રખ્યાત છે.

આ છે ભારતના 10 જાણીતા અને ફરવાલાયક શહેરો, જાણો શું છે તેમની ખાસિયત