આ વસ્તુઓનું સેવન કરો પેટ રહેશે સ્વચ્છ અને તંદુરસ્ત


By Smith Taral20, Feb 2024 04:34 PMgujaratijagran.com

કહેવાય છે કે મોટાભાગના રોગ પેટના કારણે થાય છે, જો તમારુ પેટ તંદુરસ્ત નથી તો તમને બીજા રોગ થવાની શક્યતા પણ વધી જાય છે માટે પેટનું સ્વાસ્થ્ય સાચવવું ઘણું જરુરી છે. તો ચાલો જાણીએ કેવી રીતે આપણા પેટને સ્વસ્થ રાખી શકીએ છે.

ડાયેટમાં ફાઈબરનો સમાવેશ કરો

તમારા ડાયેટમાં ચેરી, દ્રાક્ષ, આખા અનાજ અને બદામ જેવા ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આ પ્રકારનો ખોરાક લેવાથી તમારી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.

દહીંનું સેવન કરો

દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે પાચનને સારું રાખવામાં મદદ કરે છે. પાચન શક્તિ વધારવા માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

લીંબુ પાણી પીવો

જો તમને સવારે ગરમ પાણી પી શકતા હોવ તો તેમાં એક ગ્લાસમાં લીંબુનો રસ નીચોવીને પીવો. આનાથી તમારા પેટમાં ઉત્પન્ન થતો એસિડ ઓછો થશે અને તમારું પેટ પણ સાફ થઈ જશે.

ગરમ પાણી પીવો :-

જો તમને ખોરાક પચાવામાં તકલીફ થતી હોય તો ગરમ પાણી પીવું ફાયદાકારક રહે છે. સવારે ઉઠીને હુંફાળું પાણી પીવું જોઈએ અને જમ્યાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

વિટામિન સી થી ભરપૂર વસ્તુઓ ખાઓ

ટામેટાં, કીવી અને સ્ટ્રોબેરી જેવા વિટામિન સીથી ભરપૂર ખોરાક લો. વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી પેટની સમસ્યાઓથી તમને દૂર રાખે છે.

ઓ લોકોએ ભૂલથી પણ કીવીનું સેવન ના કરવું જોઈએ