ઉધઈ ઘરના લાકડાના દરવાજા, બારીઓ અને ફર્નિચરમાં વારંવાર જોવા મળે છે. નાની દેખાતી આ ઉધઈ મજબૂત ફર્નિચરને કોતરી ખાય છે.
જો તમારા ઘરમાં રાખેલા ફર્નીચરમાં ઉધઈ લાગી જાય તો તમે તેને તડકામાં રાખી શકો છો.કારણ કે આ જંતુઓ સૂર્યપ્રકાશની ગરમીથી મૃત્યુ પામે છે.
જો તમારા ઘરના ફર્નિચરમાં ઉધઈ લાગી ગઈ હોય તો તમે તેને દૂર કરવા માટે સુગંધિત તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
બોરિક એસિડમાં એવા ગુણ છે કે તે કોઈપણ જંતુઓનો નાશ કરી શકે છે.તેથી તમે ઘરના ફર્નિચરમાં ઉધઈનો ઉપદ્રવ થયો હોય ત્યાં બોરિક એસિડ પાવડર છાંટવાથી તે નાશ પામે છે.
એવું કહેવાય છે કે ઉધઈ કોઈપણ કડવી ગંધથી દૂર ભાગે છે. તેથી જ જ્યાં ઉધઈનો ઉપદ્રવ થયો હોય ત્યાં કારેલાના રસનો છંટકાવ કરવો.
મીઠામાં આવા અનેક ગુણ હોય છે જે ઉધઈને દૂર કરે છે. આ માટે ઉધઈની દિવાલો પર મીઠું છાંટી દો. જેમ જેમ તેના પર મીઠું ફેલાતું જશે તેમ તેમ ઉધઈ મરતી જશે.
લીમડાના તેલના ઘણા બધા ફાયદા છે. લીમડાનું તેલ ઘણા જીવ જંતુઓ, ઉધઈ અને બેડબગ માટે ઝેરી છે. આ કુદરતી નાશકનો ઉપયોગ કરવા માટે ઉધઈ અસરગ્રસ્ત વિસ્તારને લીમડાના તેલથી એવી રીતે ઢાંકી દો કે ઉધઈને તેને ખાવા માટે પ્રોત્સાહિત થઇ જાય નહિંતર આ પ્રયોગ કામ નહિ કરે.
ઉધઈને મારવા માટે ફક્ત પાણી અથવા લીંબુના રસમાં વિનેગરને મિક્સ કરીને છુપાયેલા તમામ સ્થળો પર તે મિશ્રણનો છંટકાવ કરો. ખાતરી કરવા માટે 2 દિવસ પછી ફરીથી આ ઉપાય કરો.
ઉધઈથી છુટકારો મેળવવા માટે તમે પણ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવી જુઓ, માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.