કાનનો મેલ સાફ કરવાની સરળ રીતો


By Vanraj Dabhi22, Mar 2024 03:52 PMgujaratijagran.com

કાનનો મેલ સાફ કરવાની રીત

કાનની અંદર જામી ગયેલ મેલને દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો,જેનીથી તમારા કાનમાં જામેલ મેલ સરળ રીતે સાફ થઈ જશે.

બદામનું તેલ

કાનનો મેલ સાફ કરવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કાનમાં તેલના એક-બે ટીપાં નાખો. પાંચ મિનિટ પછી કાન સાફ કરો.

સરસવ, ઓલિવ અને નાળિયેર તેલ

તમે કાનનો મેલ સાફ કરવા માટે સરસવ,ઓલિવ અને નારિયેળનું તેલનો ઉપયોગ કરી શકો છો.

બેબી ઓઇલ

તમારા કાનમાં બેબી ઓઈલના 3 થી 4 ટીપાં નાખીને તેને રૂંથી બંધ કરી દો અને 5 મિનિટ પછી રૂં કાઢી લો. તેનાથી ઈયરવેક્સ આપોઆપ બહાર આવે છે.

એપલ સીડર વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ

તમે કાનનો મેલ સાફ કરવા માટે એપલ સીડર વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

હૂંફાળું પાણી

તમે હૂંફાળું પાણી રૂની મદદથી કાનની અંદર નાખીને થોડીક સેકન્ડ સુધી રાખ્યા બાદ કાન ફેરવીને પાણી બહાર કાઢી લો.

ડુંગળીનો રસ

સૌપ્રથમ ડુંગળીને શેકીને તેનો રસ કાઢીને પછી રૂની મદદથી કાનની અંદર થોડા ટીપાં નાખો. આનાથી કાનમાંથી ગંદકી સરળતાથી નીકળી જશે.

સુતરાઉ કપડા વડે સાફ કરો

સ્નાન કર્યા પછી તમે તમારા કાનને સુતરાઉ કપડા વડે કાનની અંદર અને બહાર ઘસીને સાફ કરો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કૂકરનું રબર જો ઢીલું થઈ ગયું હોય તો આ દેસી જુગાડ જાણી લો