કૂકરનું રબર જો ઢીલું થઈ ગયું હોય તો આ દેસી જુગાડ જાણી લો


By Smith Taral22, Mar 2024 01:25 PMgujaratijagran.com

કૂકરમાં રબર ઢીલું થઈ જવાથી એ બંધ થઈ શકતું નથી, અને કુકરને વ્યવસ્થિત રીતે બંધ કરવું ઘણું જરૂરી છે. જો તમારા પણ કુકરનું ઢાંકણનું રબર ઢીલું થઈ ગયું હોય તો, આ દેશી જુગાડ લગાવો.

જો કૂકરનું રબરને ઠંડા પાણીથી ધોઈ લેવાથી એ ટાઇટ થઇ જાય છે અને ઢાંકણ માં ફરી લગાવીને કુકર બંધ કરવાથી તે ચુસ્ત રીતે બંધ થઈ જસે

રબરને ફ્રીઝરમાં રાખીને પણ આ રબરને ચુસ્ત કરી શકાય છે. આ માટે તમારે થોડી વાર માટે રબરને ફ્રીઝરમાં રાખવું પડશે

જો આ બધી વસ્તુ માટે તમારી પાસે સમય ન હોય અને તમારે ઝડપથી રાંધવું હોય તો તમે ઢાંકણની આસપાસ લોટ બાંધીને લગાવી શકો છો

આ સિવાય તમે કૂકરના ઢીલા રબરને કડક કરવા માટે બંને બાજુ થોડી ટેપ લગાવી શકો છો.

કૂકરમાં જમવાનું બનાવ્યા પછી ઢાંકણમાં અંદર ભરાવેલી રબરની રીંગને ધોઈ લેવી જોઈએ, તેને એમજ રહેવા દેવાથી રબર ઢીલું પડી જાય છે.

કૂકરનું રબર ધોયા પછી તેને ઢાંકણમાં મૂકીને સીધું રાખો. આનાથી કૂકરનું રબર લાંબા સમય સુધી સારું રહેશે.

જો તમે ઘરમાં ડીશવોશરનો ઉપયોગ કરતા હોવ તો તેનાથી રબર ન ધોશો. તેના કારણે રબર ઢીલું થઈ જાય છે.

સવારમાં આરતી-ભજન સાંભળવાના ફાયદા