જો તમે આંખોની રોશનીથી પરેશાન છો, તો અમે તમને કેટલાક ઘરેલુ અને આર્યુવેદિક ઉપાય બતાવીશું. જે તમારી આંખોની રોશની વધારવામાં મદદ કરશે. આવો જાણીએ આ ઉપાય વિશે.
બદામ ખાવી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમા રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ આંખોની રોશની વધારે છે. તમે રોજ રાત્રે બદામ પલાળીને સવારે ખાઇ શકો છો.
આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે, જે આંખોની રોશની વધારવાનો આયુર્વેદિક ઉપાય છે. આમળામાં એન્ટિઓક્સિડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિએન્ટ્સ રહેલા હોય છે. આ રેટિનલ સેલ્સમાં સુધારો કરે છે.
તમારી રોજિંદા આહારમાં વિટામિન એનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. આંખો માટે જરૂરી પોષકતત્ત્વો છે, આ પોષકતત્ત્વો તમને ગાજર, પપૈયુ, આમળા, લીલા પાંદળાવાળા શાકભાજી વગેરેમાંથી મળી શકે છે.
દ્રાક્ષ અને અંજીર પણ આંખોના સ્વસ્થ્ય માટે ગુણકારી હોય છે. આમાં રહેલા પોષકતત્ત્વો આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. આને પલાળીને ખાવા જોઇએ.
આંખોની રોશની વધારવા માટે તમારે પોતાના ડાયેટ પર ધ્યાન આપવાની સાથે કસરત પણ કરવી જોઇએ. આંખોની લગતી કસરત કરવાથી રોશની વધે છે.