નેચરલ મોઈશ્ચરાઈજર ઘરે જ બનાવો


By Hariom Sharma10, Nov 2023 03:47 PMgujaratijagran.com

મોઈશ્ચરાઈજર

ઠંડીની ઋતુમાં ચામડી સુકાવા લાગે છે. એવામાં ચામડીને મોઈશ્ચરાઈજ રાખવી ખૂબ જ જરુરી છે. જાણો કંઈ રીતે તમે ઘરે જ મોઈશ્ચરાઈજર બનાવી શકો છો.

વિટામીન ઈ કેપ્સુલ

વિટામીન ઈ કેપ્સુલના ઓઈલને નાળિયેરના ઓઈલમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની ચામડીનું સૂકાંપણુ દૂર થાય છે.

મધ

નેચરલ મોઈશ્ચરાઈજર બનાવવા માટે એક ચમચ મધ લો . તેમા અળધી ચમચ નાળિયેરનું તેલ ઉમેરી મિક્સ કરો. હવે આ પેસ્ટને મોઈશ્ચરાઈજરની જેમ જ ચહેરા પર લગાવો.

કાચી હળદર

સૌથી પહેલા કાચી હળદરને પીસી નાખો. ત્યારબાદ તેમા વિટામીન ઈ કેપ્સુલનું ઓઈલ અને નાળિયેરના ઓઈલને ઉમેરો. હવે તેને બરાબર હલાવીને તેને એક બરણીમાં ભરી દો અને તેનો ઉપયોગ મોઈશ્ચરાઈજર તરીકે કરો.

You may also like

માથામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવો હોય, તો આ ઘરેલું ઉપાય અજમાવો

આમળાના જ્યુસનું સેવન કરવાથી આ ચમત્કારિક ફાયદા મળે છે, ચાલો જાણીએ

એલોવેરા

એલોવેરા જેલથી ચામડીને ઘણા ફાયદા મળે છે. એલોવેરા જેલની હાઈડ્રેટીંગ ચામડીને અંદરથી નરમ બનાવે છે. એલોવેરા જેલને નાળિયેરના ઓઈલમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો.

દેશી ઘી

દેશી ઘી એ એક પ્રકારનું નેચરલ મોઈશ્ચરાઈજર જ છે. તેને લગાવવાથી ચામડીને હાઈડ્રેટ રહેવામાં મદદ મળે છે. દેશી ઘીમાં તમે કંઈ પણ નાખ્યા વગર તેને મોઈશ્ચરાઈજરની જેમ જ ચહેરા પર લગાવી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં સાંધામાં દુખાવો થતો હોય, તો કરો આ 4 એક્સરસાઈઝ