શું ચોમાસામાં અનાજમાં જંતુઓ પડી જાય છે? તો અજમાવો આ ઘરેલું ઉપાયો


By Vanraj Dabhi14, Jul 2025 11:20 AMgujaratijagran.com

અનાજમાં જંતુ

વરસાદની ઋતુમાં ભેજને કારણે અનાજ ઝડપથી બગડે છે અને જંતુઓ થવાનું શરૂ થાય છે. આજે અમે તમને ચોમાસામાં અનાજને સુરક્ષિત રાખવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું.

લીમડાના પાન

વરસાદી ઋતુમાં અનાજમાં જંતુઓ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ લીમડો આ માટે એક અસરકારક ઘરેલું ઉપાય છે. લીમડાના પાંદડામાં કુદરતી જંતુ નાશક ગુણધર્મો હોય છે, જે અનાજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.

તમાલપત્ર

ચોમાસાની ઋતુમાં લોટમાં જંતુઓ દેખાવા લાગે તો, તમે તમાલપત્રનો ઉપયોગ કરીને તેમને સુરક્ષિત કરી શકો છો.

બાકસની દિવાસળી

અનાજને જંતુઓથી બચાવવા માટે તમે મેચસ્ટીકનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે મેચસ્ટીકને અનાજના ડબ્બામાં મૂકો. મેચસ્ટીકમાં રહેલ સલ્ફરની ગંધ જંતુઓ અને જીવાતોને દૂર રાખે છે.

આખા લાલ મરચાં

ચોમાસાની ઋતુમાં ચોખા અને લોટમાં જંતુઓનો પડી જતા હોય છે. આને રોકવા માટે અનાજના ડબ્બામાં આખા લાલ મરચાં નાખો. તેમાં હાજર કેપ્સેસીનની તીવ્ર ગંધ અને તીવ્રતા જંતુઓને દૂર રાખે છે.

કરી પત્તા

તમે અનાજને જંતુઓથી બચાવવા માટે કરી પત્તા એટલે કે મીઠા લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે, સૂકા કરી પત્તા અનાજમાં નાખો.

સચિન અને ગાંગુલીમાંથી કોની દીકરી મોટી છે? જાણો