સચિન તેંડુલકરની પુત્રી સારા અને સૌરવ ગાંગુલીની પુત્રી સના છે.
આજે આપણે જાણીશું કે, બનેમાંથી ઉંમરમાં કોણ નાનું છે અને કોણ મોટું છે.
સચિનની પુત્રી સારા તેંડુલકર વિશે વાત કરીએ તો, તેનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ થયો છે, એટલે કે તે હાલ 27 વર્ષની છે.
સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીનો જન્મ 3 નવેમ્બર 2001ના રોજ થયો છે, એટલે કે દાદાની દીકરી હાલ 23 વર્ષની છે.
તેથી અહીં તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, સારા તેંડુલકર સના ગાંગુલી કરતા 4 વર્ષ મોટી છે.
સારા તેંડુલકર અને સના ગાંગુલી વચ્ચે બીજી એક વાત સમાન છે. અને તે છે તેમનું શિક્ષણ સ્થાન.
સારા તેંડુલકર અને સના ગાંગુલી બંનેએ લંડનમાં અભ્યાસ કર્યો છે.