'નાગિન' ફેમ સુરભિ જ્યોતિના બેસ્ટ સાડી લુક્સથી લો ઈન્સ્પિરેશન


By Sanket M Parekh11, Aug 2023 04:37 PMgujaratijagran.com

શિમર સાડી લુક

બ્લેક શિમર સાડી સાથે બ્રાલેટ શિમર બ્લાઉઝ પહેરીને સુરભિ આ તસવીરમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. સાંજની પાર્ટી માટે આ લુક એકદમ પરફેક્ટ છે.

હેન્ડ પેન્ટેડ સાડી લુક

હેન્ડ પેન્ટેડ વ્હાઈટ સાડી સાથે બ્રાલેટ બ્લાઉઝમાં સુરભિ સાદગીપૂર્ણ કોઈ અપ્સરા જેવી લાગી રહી છે. ગ્રીન સ્ટોન વર્ક ઑક્સીડાઈઝ્ડ જ્વેલરી આ લુક પર ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

હેવી બોર્ડર સાડી લુક

બ્લેક ગોલ્ડન હેવી બોર્ડર લાઈટ પિન્ક સિલ્ક સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝમાં સુરભિ કંઈક અલગ જ લાગી રહી છે.

ગ્રીન સિલ્ક સાડી લુક

ડાર્ક ગ્રીન ગોલ્ડન વર્ક સિલ્ક સાડી સાથે હેવી નેકલેસ પહેરીને સુરભિ કોઈ રાણી જેવી લાગી રહી છે. પૂજા-તહેવાર જેવા પ્રસંગમાં તમે આ લુક રીક્રિએટ કરી શકો છો.

પાર્ટી વિયર સાડી લુક

બ્લેકમાં યેલો રેડ વગેરે કલર મિક્સ શિમર સાડીની સાથે બ્રાલેટ બ્લાઉઝ પહેરીને સુરભિ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. પાર્ટી માટે આવી સાડી સ્ટાઈલ એકદમ પરફેક્ટ છે.

લાઈટ એમ્બ્રોયડરી સાડી લુક

ઑફ વ્હાઈટ લાઈટ એમ્બ્રોયડરી સાડીની સાથે બ્રાઉન કલર સિલ્ક બ્લાઉઝમાં સુરભિની માદક અદાઓ કાતિલ છે. સ્ટોન વર્ક બંગડી અને ઈયરિંગ્સ આ લુક્સ પર ચાર ચાંદ લગાવી રહ્યા છે.

પર્પલ બૂટા વર્ક સાડી લુક

લાઈટ પર્પલ બૂટા વર્ક સાડી અને બ્લાઉઝની સાથે સુરભિના માથા પર નાનો ચાંદલો પણ લગાવ્યો છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.

તારક મહેતાના તમામ પાત્રોનો યોદ્ધા લુક સામે આવ્યો, ખાસ જેઠાલાલ અને બબીતાને જુવો કેવા લાગે છે