દુકાનમાં મંદિરનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ? જાણો


By Pandya Akshatkumar2023-05-21, 15:16 ISTgujaratijagran.com

વાસ્તુ

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુના નિયમોને અનુસરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

મંદિર

ઘર હોય કે દુકાન મંદિર રાખવું શુભ ગણાય છે. દેવી-દેવતાની કૃપા હંમેશા બની રહે છે. દુકાનમાં મંદિર રાખવાથી વેપારમાં ઘણા ફાયદા થાય છે.

યોગ્ય દિશા

જો તમે દુકાનમાં ખોટી દિશામાં મંદિર રાખો છો તો તેનું ભારે નુકસાન તમારા જીવન અને વેપારમાં પડી શકે છે.

ઈશાન ખૂણો

વાસ્તુ અનુસાર જો દુકાનમાં મંદિર રાખવાનું વિચારી રહ્યા હોવ તો ઈશાન ખૂણામાં મંદિર રાખો.

ઈશ્વરની દિશા

શાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણો ઈશ્વરની દિશા કહેવાય છે. આ દિશામાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય છે.

ધન દેવી

દુકાનના મંદિરમાં ધનની દેવી એટલે કે માતા લક્ષ્મીની મૂર્તિ જરુર રાખો. તેનાથી તિજોરી કદી ખાલી નહીં રહે.

ખંડિત મૂર્તિ કે ફોટો

આ વાતનું ધ્યાન રાખો કે દુકાનના મંદિરમાં કોઈ પણ દેવી-દેવતાનો ફાટેલો ફોટો કે ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ નહીં તો આર્થિક હાની થઈ શકે છે.

લોહી શુદ્ધ કરે છે આ ફૂડ્સ, બૉડીને ડિટૉક્સ કરવામાં મળશે મદદ