હનુમાન ચાલીસા કરતાં સમયે આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, મળી શકે છે મોટા ફાયદા
By Sanket M Parekh
2023-05-21, 13:32 IST
gujaratijagran.com
બજરંગબલી
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ ઉપાય છે, હનુમાન ચાલીસાનો પાઠ. ભક્તો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરે છે.
હનુમાન ચાલીસા
ખાસ કરીને મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
તામસિક ભોજન
હનુમાન ચાલીસાનો પાઠ કરતાં સમયે તામસિક ભોજન કે મદિરાનું સેવન કરવાથી બચો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મન શાંત રહે છે.
બળ પ્રયોગ અને અપશબ્દો ટાળો
હનુમાન ચાલીસાના પાઠ કરનારા લોકો ક્યારેય પણ નબળા લોકો પર બળ પ્રયોગ ના કરે. આ સાથે જ અપશબ્દોનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.
રામનું નામ લો
ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલિસાની શરૂઆત ના કરશો. નહીંતર તમને શુભ ફળની પ્રાપ્તિ નહીં થાય.
ખોટા વિચાર
હનુમાન ચાલીસાના પાઠ કરતાં સમયે મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચાર ના આવવા જોઈએ. મુસાફરી કરતા તેમજ સૂતા સમયે પણ હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છે.
મન ચોખ્ખુ રાખો
ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ કરતાં સમયે તન અને મન બન્ને સાફ હોવા જરૂરી છે. ઓછામાં ઓછા 3 વખતથી લઈને 108 વખત સુધી હનુમાન ચાલીસાના પાઠ કરો.
પૂજા હેગડેના અદ્ભુત સાડી લુક્સ
Explore More