આ સિઝનમાં લીલાછમ પહાડો, પાણીના વહેતા ધોધ જેવા ખરેખર પૃથ્વી પર સ્વર્ગ જોવા જેવું છે. ભારતમાં એવી અનેક જગ્યા છે, જ્યાની સુંદરતા ચોમાસાની સિઝનમાં વધારે ખીલે છે. આથી આવી કેટલીક જગ્યાઓમાં ખાસ કરીને ચોમાસામાં ફરવા જવાની સલાહ આપવામાં આવે છે.
શિલૉંગ તમારી લિસ્ટમાં સૌથી ઉપર હોવું જોઈએ. શિલૉંગને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. મૉનસૂનમાં જ્યારે આખો પર્વત વરસાદના પાણીથી પલળી જાય છે, ત્યારે અહીંની નરનરમ્ય નજારો સર્જાય છે.
ચોમાસાની સિઝનમાં દરેક નેચર લવર ટ્રેકિંગ, હેરિટેજ ટૂર, શૉપિંગ, બર્ડવૉચિંગ વગેરે માટે જઈ શકો છો. જ્યારે તમે મુંબઈથી ગોવા માટે રોડ ટ્રિપિંગનો પણ આનંદ લઈ શકે છે.
કર્ણાટકનું આ સ્થાન ચોમાસામાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક મનાય છે. ટ્રેકિંગ, બર્ડ વૉચિંગ, ઘોડે સવારી, કૉફી પ્લાન્ટેશનથી દૂર કેટલાક એવા વિકલ્પ છે, જેનો તમે કુર્ગમાં આનંદ ઉઠાવી શકો છો.
તમારે લોનાવાલા જરૂર જવું જોઈએ, ચોમાસાની શરૂઆતની સાથે જ સહ્યાદ્રી પર્વતશ્રેણીનું આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે લોનાવાલા મૉનસૂનમાં ફરવા માટે ખરેખર સારી જગ્યા છે.
મેઘાલયનું આ શહેર નોર્થ-ઈસ્ટનું સૌથી સુંદર પ્રવાસન સ્થળ પૈકીનું એક છે. જો તમે કુદરતી નજારો માણવાની સાથે મૉનસૂનની મજા પણ માણવા માંગતા હોવ, તો અહીં અચૂક ફરવા જવું જોઈએ.
આ શહેર બેતવા નદીના કિનારે આવેલું છે, જ્યાં મૉનસૂનમાં વધારે અહલાદ્દક નજારો જોવા મળે છે. અહીં તમે અનેક ઐતિહાસિક બિલ્ડિંગોમાં ફરી શકો છે, જેમાં ઓરછા ફોર્ટ, જહાંગીર મહેલ અને શીશ મહલ મુખ્ય છે.