કોઈ 'જન્નત'થી કમ નથી આ હિલ સ્ટેશન, જૂન મહિનામાં જઈ શકો છો ફરવા


By Sanket M Parekh10, Jun 2023 04:13 PMgujaratijagran.com

મનાલી

જૂન મહિનામાં પર્યટકો માટે મનાલીથી સારી ફરવા માટેની કોઈ જગ્યા નથી. આ સમયે અહીં તમે અનેક ટ્રેક અને એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકો છો.

ઔલી

જૂન મહિનામાં જો તમે 10 હજારના બજેટમાં હિલ સ્ટેશન ફરવા માંગો છો, તો ઔલી બેસ્ટ જગ્યા છે. અહીં જઈને તમને શાંતિનો અનુભવ થશે. અહીં તમે ફેમિલી સાથે મજા કરી શકો છો.

લદ્દાખ

જૂનના ગરમ મહિનામાં જો તમે ઓછા બજેટમાં કોઈ ઠંડી જગ્યાની મજા માણવા માંગતા હોવ, તો તમારે લદ્દાખ જવું જોઈએ. લદ્દાખમાં તમને એક સાથે સુંદર અને મનમોહક નજારો જોવા મળશે.

કાશ્મીર

પૃથ્વી પરના આ સ્વર્ગ પર તમે શહેરની ગરમીથી દૂર ઠંડકનો અનુભવ કરી શકો છો. આ જગ્યા ફેમિલી અને કપલ્સ બન્ને માટે બેસ્ટ છે.

દાર્જિલિંગ

પશ્ચિમ બંગાળનું સુંદર હિલ સ્ટેશન દાર્જિલિંગ બ્રિટિશ શાસન દરમિયાન ભરતનું સમર કેપિટલ હતુ. અત્યારે આ જગ્યા ચાના બગીચાઓના કારણે વખણાય છે.

સ્પીતિ વૈલી

આ જૂન મહિનામાં ફરવા માટે સ્પીતિ વૈલી ઉમદા જગ્યા છે. ગરમીના દિવસોમાં અહીંનું તાપાન 15 ડિગ્રી સુધી વધી જાય છે. અહીં તમે કુદરતી નજારો માણી શકો છો.

મેકલૉડગંજ

હિમાચલ પ્રદેશમાં આવેલ મેકલૉડગંજ પોતાની સુંદરતા માટે મશહૂર છે. અહીં રહેવા માટે અનેક સારી હોટલો અને ફરવા માટે અનેક સુંદર સ્થળો આવેલા છે. અહીં તમે ટ્રેકિંગ, કેમ્પિંગ જેવી એડવેન્ચરસ એક્ટીવિટીઝની મજા માણી શકો છો.

પર્વત પર આવેલું છે વિશ્વનું સૌથી ઊંચુ શિવ મંદિર, જાણો તુંગનાથની ખાસિયત