પર્વત પર આવેલું છે વિશ્વનું સૌથી ઊંચુ શિવ મંદિર, જાણો તુંગનાથની ખાસિયત


By Sanket M Parekh07, Jun 2023 04:29 PMgujaratijagran.com

તુંગનાથ મંદિર

આ મંદિરને 1000 વર્ષ જૂનુ માનવામાં આવે છે. અહીં ભગવાન શિવના પંચ કેદારો પૈકી એક રૂપની પૂજા કરવામાં આવે છે.

મંદિરનું નિર્માણ

એવું મનાય છે કે, પાંડવો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

ભગવાન શિવના હાથની પૂજા

તુંગનાથ મંદિરમાં ભગવાન શિવના હાથની પૂજા કરવામાં આવે છે. જે વાસ્તુકલા અને ઉત્તર ભારતીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે.

3 ધારાઓનો સ્ત્રોત

આ સૌથી ઊંચા શિવ મંદિરની ટોચ ત્રણ ધારાનો સ્ત્રોત છે, જ્યાંથી અક્ષકામિની નદી બને છે.

પ્રવેશ દ્વાર

આ મંદિર ચોપતાથી 3 કિમી દૂર આવેલું છે. જેના મુખ્ય પ્રવેશ દ્વાર પર નંદીની પથ્થરની મૂર્તિ છે.

હ્રદય અને ભૂજાઓની પૂજા

એવું મનાય છે કે, ઉત્તરાખંડ સ્થિત આ મંદિરમાં ભગવાન શિવના હ્રદય અને ભૂજાઓની પૂજા થાય છે.

ક્યારે મંદિર બંધ રહે છે?

તુંગનાથ મંદિર ભારે હિમવર્ષાના કારણે નવેમ્બરથી માર્ચ વચ્ચે બંધ રહે છે. આ દરમિયાન અહીં જવાની યોજના ના બનાવશો.

ભારતની બહુ નજીક છે ફરવા માટે આ ખુબસુરત દેશ