Aquatic Gallery - Science City: અમદાવાદમાં માત્ર 400 રૂપિયામાં નિહાળો દરિયા અંદરની સુંદરતા


By Rakesh Shukla10, Jan 2023 10:00 AMgujaratijagran.com

જો તમે અમદાવાદ આવ્યા હોવ અને દરિયાની અંદરની સુંદરતાને નજીકથી નિહાળવા માગતા હોવ તો સોમવાર સિવાયના કોઇપણ દિવસે આ સ્થળની મુલાકાત લેઇ શકો છો.

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક ગેલરી બનાવવામાં આવી છે, જેમાં તમે શાર્ક સહિતના અનેક દરિયાઈ જીવ જોઇ શકો છો.એક્વાટિક ગેલરી

એક્વાટિક ગેલરીએ ભારતની સૌથી મોટું પબ્લિક એક્વેરિયમ છે. જેમાં જીવનભર યાદ રહે તેવી અન્ડર વોટર વર્લ્ડની યાત્રા કરી શકો છો.અન્ડરવોટર વર્લ્ડ

એક્વાટિક ગેલરીમાં અનેક પ્રકારના ટેન્ક બનાવાયા છે. જેમાં મુખ્ય ટેન્કમાં શાર્ક જોઇ શકાશે. 28 મીટરની યુનિક વોકવે ટનલ તમને ક્યારેય ન અનુભવ્યો હોય તેવો અનુભવ કરાવશે.ક્યારેય નહીં જોયો હોય તેવો નજારો

અહીં તમે આફ્રિકન પેગ્વિન્સ ઉપરાંત તમે 11 હજારથી વધુ પ્રકારની માછલીઓ નિહાળી શકો છો.શું નિહાળી શકશો

ગુજરાત સાયન્સ સિટી એક્વાટિક ગેલરીમાં વોકવે ટનલમાંથી પસાર થાઓ ત્યારે શાર્ક તમારી આસપાસ ફરતી હોય તેવું દૃશ્ય જોવા મળશે.શાર્કને નજીકથી નિહાળી શકશો

સાયન્સ સિટીમાં એન્ટ્રી ફી 3 વર્ષથી ઉપરના હોય તેમના માટે 50 રૂ. એન્ટ્રી ફી અને 200 રૂ. એક્વાટિક ગેલરીની એન્ટ્રી ફી અને 5D થિયેટરની 150 રૂ. ફી.ટિકિટનો ચાર્જ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL IMAGE CREDIT: @GujScienceCity

Janhvi Kapoorના 6 સૌથી બોલ્ડ ગાઉન લૂક્સ, જુઓ ફોટો