જામનગરની શેરીઓ ગુજરાતના પરંપરાગત સ્ટ્રીટ ફૂડ માટે જાણીતું છે. ઘણા ગુજરાતી લોકો તેમની સવાર ચટાકેદાર અને મીઠા નાશ્તા સાથે શરુ કરવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ જામનગરના આ ફેમસ સ્ટ્રીટ ફુડ વિશે જેને સવાર-સાંજના નાશ્તામાં ખાઈ શકાય છે
ભાજી કોન એ જામનગરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ચણાના લોટમાંથી તેનો કોન બનાવી તેમાં શાકભાજી, મસાલા અને સેવ ભરવામાં આવે છે. આમાં રહેલું સ્ટફીંગ અને ક્રીસ્પી કોનનું કોમ્બીનેશન મોંમાં ચોકકસ પાણી લાવી દે એવું હોય છે
કટકા બ્રેડ એ સ્વાદિષ્ટ બ્રેડ ચાટ છે. જેમાં બ્રેડના ટુકડાને બાફેલા બટેટા, મગફળી અને દાડમના દાણા અને તેની ઉપર આમલીની ચટણી નાખીને સર્વ કરવામાં આવે છે. આ ખાવામાં ઘણી ટેસ્ટી અને હેવી હોય છે
પાવમાં મસાલેદાર બટાકાનું સ્ટફીંગ અને તેની ઉપર આમલીની ચટણી, શેકેલી મગફળી અને દાડમના દાણાથી ગાર્નીશ કરવામાં આવે છે. આ પણ ખાવામાં સોફ્ટ, ગળી અને સાથે ચટપટી હોય છે
મેસુબ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે જે જામનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં ખૂબ પ્રખ્યાત છે. તે ચણાના લોટ અને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવવામાં આવે છે
ફાફડા જલેબી એવી ડીશ છે જે ભાગ્યેજ કોઈને નહીં ભાવતી હોય. ફાફડા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે અને ક્રિસ્પી મીઠી જલેબી સાથે પીરસવામાં આવે છે. ફાફડા સાથે પપૈયાનું કચુંબર અને મીઠી કઢી પીરસવામાં આવે છે
ખમણ ઢોકળા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. તે ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તે સ્પંજી અને રસદાર હોય છે.
પાત્રા એ જામનગરનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. અરબીના પાંદડા પર ચણાનો લોટ લગાડવામાં આવે છે પછી તેને નળાકાર શેપ આપવામાં આવે છે. તેને સ્ટીમ કર્યા પછી રાઈ અને તલ સાથે સાતળવામાં આવે છે
ગુજરાત અને મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખાંડવી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, છાશ સાથે બનાવવામાં આવે છે અને તેને સરસવના દાણા, કઢીના પાંદડા અને છીણેલા નારિયેળ સાથે પાતળા પડમાં લપેટીને બનાવવામાં આવે છે.
ઘુઘરા એ ગુજરાતી વાનગી છે જે જામનગર અને રાજકોટ જેવા શહેરોમાં ફેમસ છે. ઘઉંના લોટને વણીને તેમાં બટાકા, સફેદ વટાણા, આદુ, લીલા મરચાં, ડુંગળી અને મસાલાના મીક્ષરથી સ્ટફ્ડ કરવામાં આવે છે, પછી તેને ઘુઘરાનો શેપ આપી ડીપ ફ્રાય કરવામાં આવે છે
સુખડી એક સ્વાદીષ્ઠ મીઠાઈ છે જેને ઘી, ગોળ અને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે.