ઘણા પ્રકારના પોષકતત્વોની ઉણપથી સ્નાયુઓની નબળાઈ આવે છે. જેના કારણે દુખાવાની ફરિયાદ થાય છે. ગુજરાતી જાગરણ અહીં આ નબળાઈ દૂર કરે તેવા ફૂડ વિશે જણાવીશું.
સ્નાયુઓની નબળાઈ દૂર કરવા માટે કેલ્સિયમયુક્ત આહાર લેવો જોઈએ. જેમકે બદામ, બ્રોકલી, અનાનસ, સિતાફળ વગેરે ખાવા જોઈએ.
વિટામિન ડી યુક્ત ખોરાક લેવાથી પણ સ્નાયુઓની નબળાઈ દૂર થાય છે. જેમાં માછલી, ઈંડા અને મશરૂમનો સમાવેશ થાય છે.
પોટેશિયમયુક્ત આહાર ન માત્ર સ્નાયુઓની નબળાઈ દૂર કરે છે પરંતુ કિડની, હ્રદય અને હાડકાને પણ મજબૂત બનાવે છે. કેળા ઉપરાંત સાબુત અનાજ, નાળિયેર પાણી વગેરે પણ ડાયટમાં સામેલ કરો.
સ્નાયુઓની નબળાઈ દૂર કરવા માટે આહારમાં આયરનયુક્ત આહાર લો. પાલક સહિત લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ.
સ્નાયુઓની નબળાઈ દૂર કરવા માટે વિટામીન બી12 યુક્ત ખોરાક પણ લેવા જોઈએ. દૂધ, પનીરનો સમાવેશ કરી શકો છો.
ફોટેલયુક્ત વસ્તુઓ જેવી કે અળસી, લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ.
સવારે રોજ થોડી કસરત કરવી જોઈએ. થોડીવાર તડકામાં રહેવું જોઈએ. સિઝન અનુરૂપ ફળો ખાવા જોઈએ.