દરેક લોકોને મમરાના લાડુ ખાવા ગમતા હોય છે, પરંતુ તે ઘણીવાર પરફેક્ટ બનતા નથી હોતા, ચાલો જાણીએ તેની રેસીપી.
મમરા, ગોળ, ઘી.
સૌ પ્રથમ એક પેનમાં મમરા નાખીને હળવા શેકી લો.
હવે તે પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખીને ઓગાળી લો.
હવે તેમાં શેકેલા મમરા ઉમેરીને મિક્સ કરી લો.
મમરા અને ગોળનું મિશ્રણ સારી રીતે મિક્સ થાય પછી તેના લાડુ બનાવી લો.
તૈયાર છે મમરાના લાડુ, તમે સર્વ કરી શકો છો.
તમે તેને કાચની બરણી કે પ્લાસ્ટિકમાં પેક કરીને ભેજથી બચાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.