Kachori Recipe: બજાર જેવી કચોરી ઘરે કેવી રીતે બનાવવી, નોંધી લો રેસીપી


By Vanraj Dabhi30, Aug 2024 02:43 PMgujaratijagran.com

કચોરીની રેસીપી

કચોરી એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે, જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આવો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

ઘઉંનો લોટ, સોજી, મીઠું, ખાવાનો સોડા, બાફેલા ચણા, બાફેલા બટેટા, બૂંદી, પાપડી, દાડમ, દહીં, લીલી ચટણી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, સેવ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, સોજી, મીઠું, બેકિંગ સોડા વગેરે નાખીને લોટ બાંધી લૂઆ બનાવીને પુરીની જેમ બનાવીને તેલમાં તળી લો.

સ્ટેપ-2

હવે તેને પાણીપુરીની જેમ વચ્ચેથી થોડું તોડીને તેમાં બાફેલા ચણા અને સમારેલા બાફેલા બટાકાનો મસાલો ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં પાપડી, દહીં, મીઠી ચટણી, લીલી ચટણી વગેરે ઉમેરો.

સ્ટેપ-4

હવે તેમાં ચાટ મસાલો, દાડમના દાણા, લાલ મરચાંનો પાઉડર ઉમેરો.

સર્વ કરો

હવે તેની ઉપર સેવ કોથમરી ગાર્નિશ કરી કચોરી સર્વ કરો.

વાંચતા રહો

તમે પણ આ રીતે ઘરે કચોરી બનાવી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Leftover Rice Idli: વધેલા ભાતની ઈડલી બનાવવાની રીત