ખરાબ ખાવા પીવાની આદતો અને પ્રદુષણના કારણે ચહેરા પર ખીલ અને દાગ ધબ્બા જેવી સમસ્યાઓ જોવા મળે છે. એવામા ચહેરા સંબધિત કોઈ સમસ્યાને દૂર કરવા માટે તમે મુલ્તાની માટી અને લીમડા પત્તાના લેપનો ઉપયોગ કરી શકો છો.
લીમડામા એંટી ઓક્સિડેંટ્સ, એંટી બેક્ટેરિયલ, એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. મુલ્તાની માટીમા કૂંલિગ અને એંટી માઈક્રોબિયલ ગુણ હોય છે.
મુલ્તાની માટી અને લીમડાના પત્તાના લેપને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. તેમા રહેલા ઔષધિય ગુણ ચહેરા પરના ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને દાગ ધબ્બાને દૂર કરે છે.
લીમડાના પત્તાને પીસીને તેના લેપમા મુલ્તાની માટીના પાઉડરને ઉમેરીને ચહેરા પર લગાવો. થોડા દિવસ સુધી આ મિશ્રણને ચહેરા પર લગાવવાથી એક અલગ જ ચમક જોવા મળે છે.
લીમડાના પત્તા અને મુલ્તાની માટીને લેપ ચહેરા પર લગાવવાથી ચહેરા પર જોવા મળતી સોજાની સમસ્યા દૂર થાય છે.
મુલ્તાની માટી અને લીમડાના પત્તાનો લેપ બનાવવા માટે 15 મિનિટ લીમડાના પત્તાને પીસી લો. તેમા 3 ચમચી મુલ્તાની માટી ઉમેરો. હવે તેમા 2 ચમચી ગુલાબ જળ નાખી તેના લેપને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાને પાણીની મદદથી સાફ કરી દો.