ઠંડીમા ખાવાપીવાની આદતો અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવુ પડે છે. ઠંડીમા કાળા તલનુ સેવન કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.
કાળા તલમા પોષકતત્વો ભરપૂર હોય છે. તેમા ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૈટી એસિડ તથા કોપર જેવા પોષકતત્વો રહેલા હોય છે.
જો તમે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ઠંડીમા કાળા તલનુ સેવન કરી શકો છો. કાળા તલ બ્વડપ્રેશરને કંટ્રોલ કરવામા મદદ કરે છે.
ઠંડીમા પાચનતંત્ર વધારે ખરાબ થાય છે. એવામા રોજ કાળા તલનુ સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.
શરીરમા રોગપ્રતિકારક શક્તિમા વધારો કરવા માટે કાળા તલનુ સેવન કરવુ જોઈએ. રોગપ્રતિકારક શક્તિમા વધારો થતા બીમારીઓ પણ દૂર રહે છે.
ઠંડીમા રોજ કાળા તલનુ સેવન કરવાથી તેનો ફાયદો હાર્ટને મળે છે. કાળા તલનુ સેવન હાર્ટ માટે લાભદાયી છે.