કેજીએફ અને કબીરસિંહ જેવી ફિલ્મો પછી યુવાઓમા દાઢી વધારવાનો ઉત્સાહ જોવા મળે છે. એવામા જે લોકોની દાઢી ભરાવદાર નથી, તે લોકો દાઢીની ફેશનને ફોલો કરી શકતા નથી. ચલો જાણીએ ભરાવદાર દાઢી માટે ક્યા ઉપાયો અપનાવી શકાય.
લીમડામા એેંટી ઓક્સિડેંટ્સ, એંટી ફંગલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તેને હલકા હાથે દાઢીમા લગાવવાથી દાઢીના વાળ ખરવાના બંધ થાય છે.
ભરાવદાર દાઢી માટે તમે મીઠાના લીમડાનો પેસ્ટ બનાવી શકો છો. તેમા રહેલા એેંટી ઓક્સિડેંટ્સ ગુણ અને અમીનો એસિડના ગુણો દાઢીને વાળને ભરાવદાર બનાવે છે.
ડુંગળીના તેલથી દાઢીના ભાગમા મસાજ કરવાથી વાળ ભરાવદાર આવે છે. તેમા રહેલુ સલ્ફર બ્લડસર્કુલેશનને વધારે છે, જેનાથી વાળનો ગ્રોથ થાય છે.
એલોવેરા જેલમા મેથીના પાઉડરને મિક્સ કરીને લગાવવાથી દાઢીના વાળનો ગ્રોથ થાય છે. તેમા એંટી સોપ્ટિક અને એંટી ફંગલ ગુણ જોવા મળે છે.
આંબળાના પાઉડરમા દહીને મિક્સ કરીને લગાવવાથી દાઢીના વાળ ભરાવદાર બને છે. આંબળામા પ્રોબાયોટીક તત્વ વાળ માટે લાભદાયક હોય છે.