અંબાણીના એન્ટિલિયાનો અંદરનો નજારો શાનદાર છે, જુઓ લક્ઝુરિયસ બંગ્લોની અંદરની તસવીર


By Vanraj Dabhi08, Dec 2023 02:52 PMgujaratijagran.com

અંબાણીની એન્ટિલિયાની લક્ઝુરિયસ તસવીરો

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીની સંપત્તિથી દરેક વ્યક્તિ ઓળખે જ છે. તેમનું આલીશાન ઘર એન્ટિલિયા વિશ્વનું બીજું સૌથી મોંઘું ઘર છે. તેના અંદરના ફોટા જોઈને તમે તમારી આંખો ચાર થઈ જશે.

ઘરની અંગર દરેક સુવિધા ઉપલબ્ધ છે

આખો અંબાણી પરિવાર એન્ટિલિયાના ટોચના 6 માળમાં રહે છે. આ ઘરમાં દરેક સુવિધા ઉપલબ્ધ છે. જેની કદાચ કોઈ કલ્પના પણ ન કરી શકે.

અંબાણીનો આલિશાન બંગલો

અંબાણીના આ ઘરમાં તેમના સુખ સુવિધા મુજબ જિમ, પૂલ અને હેલિપેડ બનાવવામાં આવ્યા છે.

અફલાતુન ડિઝાઇન છે

એન્ટિલિયાને ખૂબ જ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેના કારણે તે મહત્તમ 8 રિક્ટર સ્કેલના ભૂકંપનો સરળતાથી સામનો કરી શકે છે.

કુલ 27 માળનો બંગ્લો છે

અંબાણીના આ આલીશાન ઘરમાં કુલ 27 માળ છે. તેની છત ઘણી ઊંચી બનાવવામાં આવી છે. કારણ કે અંબાણી પરિવાર તેના તમામ કાર્યક્રમોનું આયોજન આ ઘરમાં કરે છે.

વિદેશી કંપની દ્વારા બાંધકામ કરાયું છે

અંબાણીના આ ઘરનું કન્સ્ટ્રક્શન ઓસ્ટ્રેલિયાની કંપની લાઇટન કોન્ટ્રાક્ટર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.

વૈભવી જીવન જીવે છે

અંબાણી પરિવાર ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેમના ઘરમાં પોતાનું યોગ સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, હેલ્થ સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.

તમામ દ્રશ્ય જોઈ શકાય છે

ખુલ્લા આકાશ અને સમુદ્રનો સુંદર નજારો એન્ટિલિયાથી પણ જોવા મળે છે. તેના 6ઠ્ઠા માળે ગેરેજ છે. જેમાં 168 જેટલી કાર પાર્ક કરી શકાશે.

વાંચતા રહો

તમને અંબાણીનું આલીશાન ઘર કેવું લાગ્યું? તે જણાવશો તેમજ સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે બાસુંદી કેવી રીતે બનાવવી, નોંધી લો આ સરળ રેસીપી