MRF વિશ્વની બીજા ક્રમની સૌથી મજબૂત ટાયર બ્રાંડ તરીકે ઉભરી છે. દુનિયામાં સૌથી વેલ્યુએબલ અને સૌથી મજબૂત બ્રાંડ્સ અંગે બ્રાંડ ફાયનાન્સના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
MRFએ લગભગ તમામ માપદંડોમાં હાઈ સ્કોર કર્યો છે અને તે દુનિયામાં બીજા ક્રમની સૌથી ઝડપભેર આગળ વધતી બ્રાંડ તરીકે ઓળખવામાં આવે છે.
અહેવાલ પ્રમાણે MRFને સૌથી વેલ્યુએબલ ભારતીય ટાયર બ્રાંડ તરીકે નિમણૂંક કરી છે. તેણે સસ્ટેનેબિલિટી પર્સેપ્શન વેલ્યુમાં હાઈ સ્કોર કર્યો છે અને મોખરાના 10માં સામેલ એકમાત્ર ભારતીય કંપની છે.
સૌથી વેલ્યુએબલ અને મજબૂત ઓટોમોબાઈલ, ઓટો કમ્પોનેન્ટ, ટાયર તથા મોબિલિટી 2023 પર બ્રાંડ ફાયનાન્સની એન્યુઅલ રિપોર્ટ આ ઉદ્યોગમાં બ્રાંડોની વેલ્યુનું વિશ્લેષણ કર્યું છે.