ભારત વૈશ્વિકસ્તર પર ચોથું સૌથી મોટું બજાર છે. જોકે ઈલેક્ટ્રિક વાહન ફક્ત એક ટકા જ ઉપલબ્ધ છે. સરકાર પેટ્રોલ અને ડીઝલ વાહનોથી ઈલેક્ટ્રિક વાહનો તરફ સ્થળાંતરિક કરવા માગે છે.
મૂડીઝનું કહેવું છે કે સરકાર વિવિધ પહેલને લીધે દેશમાં EVની પહોંચ વધશે. તેમાં ગ્રાહકોને આપવામાં આવતા પ્રોત્સાહનનો સમાવેશ પણ થાય છે.
ભારત વર્ષ 2022માં જાપાનને પાછળ રાખી ચીન તથા અમેરિકા બાદ ત્રીજા ક્રમનું સૌથી મોટું બજાર બની ગયું છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો જથ્થો મળતા મોટી તક ઉભી થઈ છે
ઈલેક્ટ્રિક વાહનોને ચલાવનારી બેટરી બનાવવામાં લિથિયમ મહત્વનું તત્વ છે. સરકાર વર્ષ 2030 સુધીમાં ખાનગી કારના 30 ટકા, વાણિજ્ય વાહનો માટે 70 ટકા હશે.
મૂડીઝે કહ્યું કે ટાટા મોટર્સ 85 ટકા હિસ્સેદારી સાથે એપ્રિલ-ડિસેમ્બર,2022માં બેટરી EV બજારમાં સૌથી આગળ છે. મૂડીઝે કહ્યું કે 165 શહેરમાં 250 ડીલર મારફતે 50,000 EVનું વેચાણ કરી ચુકી છે.