મોઢું ખોલીને શ્વાસ લેવાથી થતાં નુકસાન વિશે જાણો


By Hariom Sharma07, Sep 2023 10:00 AMgujaratijagran.com

મોઢું ખોલીને શ્વાસ લેવો અથવા ઊંઘવું તેનાથી ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. આવો જાણી મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાથી કંઇ સમસ્યાઓ થઇ શકે છે.

હૃદય માટે હાનિકારક

મોઢું ખોલીને ઊંઘવું અથવા શ્વાસ લેવાથી હૃદયને લગતી સમસ્યાનું ઝોખમ વધી શકે છે. મોંઢાથી શ્વાસ લેવાના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે, જેના કારણે બ્લડ ફ્લો પર અસર થાય છે અને તેથી હાર્ટ અટેકનું જોખમ વધી શકે છે.

શરીરમાં થાક રહે છે

ઊંઘતા સમયે અથવા નોર્મલ પણ જો શ્વાસે લેતા મોઢાનો ઉપયોગ કરો છો તો, તમને થાક અને કમોજરી સમસ્યા થઇ શકે છે. મોઢાથી શ્વાસ લેવાના કારણે ફેફસામાં ઓક્સિજનનો પ્રવાહ ઘટવા લાગે છે, જે શરીરમાં થાકનું કારણ બને છે.

મોઢામાંથી દુર્ગંધ આવવી

મોઢું ખોલીને શ્વાસ લેવાથી અથવા ઊંઘવાથી હૈલિટોસિસની સમસ્યા થઇ શકે છે. હૈલિટોસિસની સમસ્યામાં લાર સૂકાવા લાગે છે, જેના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવે છે.

મોઢામાં ડ્રાઇનેસની સમસ્યા

મોઢું ખુલ્લુ રાખીને ઊંઘવાથી અંદર હવા જાય છે, જેના કારણે માઉથ સલાઇવા ડ્રાઇ થવા લાગે છે. સલાઇવા ડ્રાઇ થવા પર લાર બિલ્ડઅપ પ્લાક રોકાઇ જાય છે, જે ઓરલ હેલ્થ માટે નુકસાનકારક છે.

દાંત માટે હાનિકારક

મોઢું ખોલીને શ્વાસ લેવો અથવા ઊંઘવું બંને દાંત માટે હાનિકારક છે. મોઢું ખોલીને શ્વાસ લેવાથી દાંતો પર બેક્ટેરિયા વધવા લાગે છે. જે પેઢામાં ઇન્ફેક્શન અને દાંતોમાં કેવિટીજનું જોખમ વધારે છે.

ચહેરા પર બરફ લગાવવાથી થાય છે નુકસાન