ઘણાં લોકો ચહેરાની સ્કિનને ટાઇટ રાખવા માટે અથવા તો સોજાને ઘટાડવા માટે ચહેરા પર બરફનો ઉપયોગ કરતાં હોય છે.શું તમે જાણો છો ફેસ પર વધુ બરફ લગાવવાથી નુકસાન પણ થાય છે.
કેટલાક લોકો ચહેરાને સાફ કર્યા વગર જ બરફનો ઉપયોગ કરે છે. ગંદા ચહેરા ઉપર સીધો જ બરફનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ રહે છે. આવું કરવાથી તમારા પોર્સ પણ બ્લોક થઇ શકે છે.
ખોટી રીતે અથવા તો સ્કિન પર વધુ બરફ ઘસવાથી ત્વચા છોલાવાની સમસ્યા થઇ શકે છે. સ્કિનને નુકસાન ના થાય તે રીતે ચહેરા ઉપર બરફ લગાવવો જોઇએ.
ઘણાં લોકો ફેસને ઠંડા પાણીમાં ડૂબાડીને રાખે છે. બરફના પાણીમાં વધુ સમય સુધી ચહેરાને રાખવાથી રેડનેસ અથવા તો ખંજવાળની સમસ્યા થઇ શકે છે. આવું કરવાથી બચવું જોઇએ.
જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો બરફનો ઉપયોગ કરવાથી બચો. સેન્સેટિવ સ્કિન પર સીધો જ બરફ લગાવવાથી ત્વચાને વધુ નુકસાન થઇ શકે છે.
સ્કિન પર કપડાની અંદર બરફને રાખીને જ ઉપયોગ કરો. આવું ના કરવા પર તમને ફ્રોસ્ટબાઇટની સમસ્યા થઇ શકે છે. ફ્રોસ્ટબાઇટના કારણે ત્વચાનો રંગ લાલ થઇ શકે છે અને સાથે ખંજવાળ પણ આવે છે.