નાના પડદાથી લઈને મોટા પડદા સુધી મૌની રૉયે પોતાના ઉમદા અભિનયથી આગવી ઓળખ ઉભી કરી છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસ અને લુક્સને લઈને કાયમ ચર્ચામાં રહે છે
સોશિયલ મીડિયામાં મૌની રૉય અવારનવાર પોતાના સાડી લુક્સ શેર કરતી રહે છે. એક્ટ્રેસ પાસે શાનદાર સાડી કલેક્શન છે
મૌની રૉયની ઑફ વ્હાઈટ સાડીમાં સિલ્વર ગ્લિટર વર્ક કર્યું છે. આ સાડી સાથે એક્ટ્રેસે હેવી ગોલ્ડન નેક પીસ પહેર્યો છે.
ગોલ્ડન કલરની આ સાડીમાં ડીવા ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌનીની આ સાડીના પાલવમાં ફેધર વર્ક કરેલું છે
જો આપ રેડ કલરના શોખિન હોવ, તો મૌની રૉયની આ રેડ સાડી આપને ખૂબ જ પસંદ પડશે. આ સાડી લુક સાથે એક્ટ્રેસે હેવી ઈયરિંગ્સ કેરી કર્યાં છે
સિમ્પલ એન્ડ સોબર લુકમાં પણ મૌનીની સુંદરતાને ચાર ચાંદ લાગી રહ્યાં છે. આપ પણ એક્ટ્રેસના લુકથી ઈન્સ્પિરેશન લઈ શકો છો
વ્હાઈટ કલરની પ્લેન વ્હાઈટ સાડીમાં એમ્બ્રોયડરી કરવામાં આવી છે. આ સાડી લુક સાથે મૌની રૉયે ગળામાં ગોલ્ડ નેકલેસ કેરી કર્યો છે
ટ્રાન્સપરન્ટ સાડી લુક સાથે એક્ટ્રેસે ગોલ્ડન જ્વેલરી કેરી કરી છે. સાડીની ગોલ્ડન બૉઈન સાડી લુકની શોભા વધારી રહી છે.