કૃતિ સેનન બૉલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. છેલ્લે ફિલ્મ શહઝાદામાં કૃતિ સેનન કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. બન્નેની જોડી ફેન્સને પસંદ પડી હતી
કૃતિ સેનન પાસે બ્લેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે. જેનાથી આ ઈન્સ્પિરેશન લઈ શકો છો
જો આપ પણ કૃતિની જેમ પાર્ટી પર્સન હોવ અને બ્લેક તમારો ફેવરિટ કલર હોય તો કૃતિ સેનનનો આ બ્લેક ડ્રેસ અવશ્ય ટ્રાય કરવો જોઈએ
બ્લેક કલરની ફ્રીલ હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં કૃતિનો લુક એકદમ હૉટ લાગી રહ્યો છે. આ આઉટફિટ સાથે એક્ટ્રેસે ગોલ્ડ જ્વેલરી અને હાઈ હીલ્સ કેરી કરી છે.
જો આપ પણ બ્લેક કલર પાછળ પાગલ હોવ, તો કૃતિ સેનનનો આ લહેંગા લુક આપે એક વખત ટ્રાય કરવો રહ્યો. આ લુક સાથે એક્ટ્રેસે સ્મોકી આઈઝ મેકઅપ કર્યો છે
પાર્ટી લુક હોય કે સાડી લુક કૃતિ સેનન દરેક આઉટફિટમાં કાતિલ લાગી રહી છે. આ શિમરી સાડીમાં કૃતિની સુંદરતા વધારે નીખરી રહી છે
બ્લેક બ્રાલેટ સાથે કૃતિ સેનને બ્લેક બ્લેઝર અને ડેનિમ જીન્સ કેરી કર્યું છે. આ સાથે જ આ લુકને એક્ટ્રેસે બ્લેક ચશ્માથી પૂર્ણ કર્યું છે.