આપણા દેશમાં એક એવું અજીબ પ્રકારનું ગામ છે, આ ગામમાં 2000ની વસ્તી છે. અહીં 400 જોડી જોડિયા બાળકોની છે
કેરળનું મલપ્પુરમ જિલ્લાના કોડિન્હી ગામ છે.આ ગામના જોડિયા લોકોને જોવા માટે દેશભરમાંથી લોકો આવે છે.
સમગ્ર વિશ્વમાં આ ગામની ચર્ચા થાય છે. આ ગામને ટ્વિન વિલેજ અને ગોડ્સ ઓન કન્ટ્રી નામથી ઓળખવામાં આવે છે
અહીના સ્થાનિક લોકોનું માનવું છે કે આ ગામ ઉપર ભગવાનની વિશેષ કૃપા છે. તેને લીધે અહીં વધારે સંખ્યામાં જોડિયા બાળકો થાય છે
અહેવાલ પ્રમાણે છેલ્લા 50 વર્ષમાં આ ગામમાં આશરે 300થી વધારે જોડિયા બાળકોએ જન્મ લીધો છે.
વર્ષ 2008માં ગામમાં 280 જોડિયા બાળકોનું સત્તાવાર રીતે અનુમાન જાહેર કરાયેલુ. જોકે ત્યારથી આ સંખ્યા સતત વધી રહી છે.
મીડિયા અહેવાલ પ્રમાણે વિશ્વમાં 1,000 બાળકો પૈકી 9 જોડિયા હોય છે. જોકે, આ ગામમાં 1000 બાળકો પૈકી 45 જોડિયા હોય છે.
કેટલાક લોકોનું કહેવુ છે કે આ ગામની હવા-પાણીમાં કંઈક ખાસ છે, જેને લીધે અહીં મોટાભાગના લોકોના ઘરોમાં જોડિયા બાળકો જન્મે છે. અલબત આ અંગે નક્કર પૂરાવા મળ્યા નથી.
આ ગામમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો રિર્ચ કરી ચુક્યા છે. વર્ષ 2016માં ભારત, લંડન અને જર્મનીના સંશોધનકર્તાની એક ટીમ આ ગામમાં તપાસ માટે પહોંચી હતી
તેમણે ગામના લોકોનો NDA ટેસ્ટ કર્યો. જોકે, ઘણી તપાસ કર્યાં બાદ પણ વૈજ્ઞાનિકો આ રહસ્ય અંગે ખાસ ખુલાસો કરી શક્યા નથી.