ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતા અંગત સવાલો પર એકનજર


By Sanket M Parekh25, Apr 2023 04:26 PMgujaratijagran.com

રિસર્ચના આધારે સવાલો સામે આવ્યા

આ સ્ટોરીમાં જણાવાયેલા સવાલ Duraxની 2017ની સ્ટડી અને સર્વેના આધારે સામે આવ્યા છે. કેટલાક પ્રશ્નોને અમારી ટીમ દ્વારા હટાવવામાં આવ્યા છે. જે આ પ્લેટફોર્મ પર બતાવવા લાયક નથી.

જી-સ્પૉટ સાથે સંકળાયેલા સવાલ

ગૂગલ પર જી-સ્પોટને લઈને એક-બે નહીં અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેના 2,63,00,00,000થી વધુ સર્ચ રિઝલ્ટ છે. જી-સ્પોટ શું છે અને તે ક્યાં હોય છે? વગેરે સવાલોને પ્રાથમિક્તા આપવામાં આવી છે

શું હર્પીસથી છૂટકારો શક્ય છે?

આ સવાલ પર 1,22,00,000થી વધુ સર્ચ રિઝલ્ટ સામે આવ્યા છે. જેનિટલ હર્પીસથી છૂટકારા માટે કોઈ પરમેનેન્ટ સૉલ્યૂશન નથી. જો કે દવાઓ અને એન્ટીવાયરલ મેડિસિનથી તેને ઓછું કરી શકાય છે.

ક્લેમિડિયાના લક્ષણો ક્યા?

2020માં એકલા અમેરિકામાં એક મહિનામાં આ સવાલ 2 મિલિયન કરતાં વધુ વખત સર્ચ કરવામાં આવ્યો છે. Frommarsના રિપોર્ટ મુજબ, આ પ્રશ્ન સૌથી વધુ વખત પૂછવામાં આવેલા પ્રશ્નો પૈકી એક છે.

ક્લેપ શું છે?

આ પ્રશ્ન પર 8,66,00,000થી વધુ સર્ચ રિઝલ્ટ આવે છે. સેક્સૂઅલ ડિસીઝની વાત કરીઓ તો, તેને ગોનોરિયા કહેવામાં આવે છે. જે ઘણી કૉમન બીમારી માનવામાં આવે છે.

સેક્સ કેટલો લાંબો સમય ચાલે છે?

આ ક્વેરીના 30 કરોડથી વધુ રિઝલ્ટ છે. આ ટૉપિક પર અનેક પ્રકારના આર્ટિકલ્સ પણ કરવામાં આવ્યા છે. ડ્યૂરેક્સની સ્ટડીમાં આ પ્રશ્ન 10માં ક્રમે છે.

કૉન્ડોમ ખરીદવા માટેની ઉંમર કંઈ?

ડ્યૂરેક્સની સ્ટડીમાં આ પ્રશ્નનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૉન્ડોમને ખરીદવા માટે કેટલી વય હોવી જરૂરી છે.

ભારતને મળશે 1લી વોટર મેટ્રો મળશે, શું છે ખાસ વાત તે જાણો