ભારતને 1લી વોટર મેટ્રો મળશે, શું છે ખાસ વાત તે જાણો


By Nilesh Zinzuwadiya2023-04-24, 15:26 ISTgujaratijagran.com

25મી એપ્રિલના રોજ લોંચ થશે

ભારતને સૌ પ્રથમ વોટર મેટ્રો પ્રાપ્ત થશે. પ્રથમ વોટર મેટ્રો કેરલાના કોચી જિલ્લામાં 25મી એપ્રિલના રોજ લોંચ થશે.

વોટર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટી ક્રાંતિ

કોચી વોટર મેટ્રો વોટર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટી ક્રાંતિ રજૂ કરશે અને પર્યટનને પ્રોત્સાહન મળશે. આઠ જેટલા હાઈબ્રિડ બોટ્સ સાથે મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત થશે

10 જેટલા ટાપૂઓને જોડશે

કોચી વોટર મેટ્રો પોર્ટ સિટીની આજુબાજુના 10 જેટલા ટાપૂઓને જોડશે. કોચી વોટર મેટ્રો 78 ઈલેક્ટ્રિક બોટ્સ અને 38 ટર્મિનલ્સથી બનેલી છે.

ટિકિટનો દર

કોચી વોટર મેટ્રોમાં બોટની મુસાફરી માટે ટિકિટનો લઘુત્તમ દર રૂપિયા 20 છે. નિયમિત પેસેન્જર્સ માટે સાપ્તાહિક અને માસિક પાસની સુવિધા પણ ઉપલબ્ધ હશે.

15,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન, એ પણ Samsung, Xiaomi અને Realmeના