'દાર્જિલિંગ ચા' ઠંડી પડી, યુક્રેન યુદ્ધ બાદ હવે ગરમ હવામાન બગીચાઓ પર બેવડો હુમલો


By Nilesh Zinzuwadiya23, Apr 2023 08:00 AMgujaratijagran.com

યુદ્ધની અસર

સુગંધિત અને સ્વાદિષ્ટ ચા માટે વિશ્વભરમાં પ્રખ્યાત દાર્જિલિંગના ચાના બગીચા અત્યારે ખૂબ મુશ્કેલ તબક્કામાં છે. એક વર્ષથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ચાની નિકાસને ફટકો પડ્યો છે

હવે કાળઝાળ ગરમી

અત્યારે દાર્જિલિંગમાં ચાના વાવેતર કરનારાઓને આ વર્ષે કાળઝાળ ગરમી અને પ્રતિકૂળ હવામાનને કારણે બે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ઊંચુ તાપમાન

ચાના બગીચાના માલિકોના મતે પશ્ચિમ બંગાળની પહાડી વિસ્તારમાં ઊંચા તાપમાન અને લાંબા સમય સુધી સૂકા હવામાનને કારણે વર્તમાન પ્રથમ ચૂંટવાની સિઝનમાં અછતની સ્થિતિ છે

ચાના પાંદડા સુકાઈ ગયા

વાવેતર કરનારાએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ચાના પાંદડા સુકાઈ જવા અને ઝાડીઓ પર જીવાતોનો હુમલો પણ જોવા મળ્યો છે

દાર્જિલિંગમાં 22 ટકા ઓછો વરસાદ

દાર્જિલિંગમાં વાર્ષિક વરસાદમાં 22 ટકાનો ઘટાડો થયો છે. વરસાદની પેટર્ન 'અનિયમિત' બની ગઈ છે. કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે સિઝનની શરૂઆત દુષ્કાળ જેવી સ્થિતિ સાથે થાય છે

દેશભરમાં હટશે ટોલ બૂથ, ફાસ્ટેગને બદલે GPS મારફતે ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી