અમદાવાદના આ 5 અમેઝીંગ પીકનીક સ્પોટને આ વિકએન્ડમાં એક્સપ્લોર કરો


By Smith Taral09, Feb 2024 03:05 PMgujaratijagran.com

જો તમે અમદાવાદ કે પછી તેની આસપાસ રહેતા હોવ તો તમે આ સ્થળો પર પીકનીક મનાવવા જઈ શકો છો. આ જગ્યાઓ પર તમે એક્વા રોલર, નેચર પાર્ક, બર્ડ સેન્કચુરી તથા રોમાંચક રાઇડ્સનો આનંદ માણી શકો છો. તો ચાલો જાણીએ વધુમાં

મનીઆર્સ વર્લ્ડ

સાણંદ, સરખેજ રોડ પર આવેલું મનીઆર્સ વર્લ્ડ બાળકોને પસંદ આવે તેવું સ્નો થીમ અમ્યુઝમેન્ટ પાર્ક છે. આ પાર્કને વન્ડરલેન્ડ પાર્ક અને સ્નો પાર્ક એમ બે ભાગોમાં વહેંચવામાં આવેલ છે. અહીંયા તમે એક્વા રોલર, એક્વા બોલ, ટ્રાફિક આઇલેન્ડ જેવી રોમાંચક રાઇડ્સનો આનંદ માણી શકો છો અને વન્ડરલેન્ડમાં ડેસર્ટ બાઇકની રાઈડ કરી શકો છો. સમય: સવારે 10:00 થી 8:00 વાગ્યા સુધી

ઈન્દ્રોડા નેચર પાર્ક

ઈન્દ્રોડા નેચર પાર્ક એ દેશના માત્ર બે ડાયનાસોર મ્યુઝિયમમાંથી એક છે. આ પાર્કમાં પ્રાણી સંગ્રહાલય, વિશાળ બોટનિકલ ગાર્ડન, અને બ્લુ વ્હેલનુ વિશાળ હાડપીંજર વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. સમય: સવારે 7:00 થી 7:00 વાગ્યા સુધી

થોળ લેક બર્ડ સેન્કચુરી

થોલ તળાવ પક્ષી અભયારણ્ય છે જે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન છે, જ્યા પક્ષીઓની 160 થી વધુ પ્રજાતિઓ આવે છે. આ અમદાવાદના આઉટસ્કર્ટમાં આવેલું એક લોકપ્રિય પિકનિક સ્થળ છે. નેચર લવર, પક્ષી-પ્રેમીઓ તથા શહેરી જીવનમના દોડધામથી બ્રેક લેવા માંગતા માટે આ પરફેક્ટ સ્થળ છે.

You may also like

વિઝા વગર તમે આ દેશોની સેર કરી શકો છો

ભારતના આ 7 સુંદર અને વિશાળ શાહી મહેલો વિશે જાણો.

અક્ષરધામ

જો તમે આ વિકએન્ડ કોઈ ધાર્મીક સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તમે અક્ષરધામ મંદિર જઈ શકો. અહીંયા સ્વામીનારાયણ સંપ્રદાયનું ભવ્ય આર્કિટેક્ચર છે. અહીંયા તમે એક્ઝીબીશન, વોટર શો અને ગાર્ડન્સ વગેેરે એક્સપ્લોર કરી શકો છો. સમય: સવારે 10:00 થી 7:30 વાગ્યા સુધી

દુબઈ : અબુ ધાબીમાં આવેલ BAPS મંદિરની જલક, જુઓ તસ્વીરો