દુબઈ અબુ ધાબીમાં આવેલ BAPS મંદિરની જલક, જુઓ તસ્વીરો


By Vanraj Dabhi09, Feb 2024 11:06 AMgujaratijagran.com

મંદિર બાંધકામ

મંદિરનું બાંધકામ 27 એકરની જગ્યામાં કરવામાં આવ્યું છે, જેમાં 13.5 એકરમાં મંદિરનું પરિસર,13.5 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા છે.

મંદિરની ઊંચાઈ

BAPS મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે અને 150 સેન્સર્સ તેમજ 50,000 ઘન ફૂટ માર્બલ,1,80,000 ઘન ફૂટ ગુલાબી પત્થર,18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંદિરની મુલાકાત કોણ લઈ શકે?

વિશ્વભરના અન્ય તમામ BAPS મંદિરોની જેમ,આ મંદિર સૌ કોઈ માટે ખુલ્લું છે.

મંદિરને પ્રાપ્ત એવોર્ડસ્

બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર 2019,MEP Middle East Awards બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કોન્સેપ્ટ ઓફ ધ યર 2020.

સ્થાપત્ય શૈલી

પરંપરાગત નાગર શૈલી મંદિરની ફ્રન્ટ સાઇડ પેનલમાં વૈશ્વિક મૂલ્યો અને વિવિધ સંસ્કૃતિઓની સંવાદિતાની વાર્તાઓ, હિન્દુ અવતારો અને આધ્યાત્મિક વિભૂતિઓને દર્શાવવામાં આવ્યા છે.

મંદિર સ્થાપત્યની વિશેષતાઓ

મંદિરની બહાર રાજસ્થાનના ગુલાબી પત્થરો,મંદિરની અંદર ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરાયો છે તેમજ 2 મુખ્ય ડોમ, UAEના 7 દેશોનું પ્રતિનિધિત્વ કરતાં શિખર,12 સામરણ શિખર, 402 સ્થંભ,25,000 જેટલાં પત્થરો દ્વારા નિર્મિત છે.

અન્ય સુવિધાઓ

મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભાગૃહ,કોમ્યુનિટી સેન્ટર,પ્રદર્શની,ક્લાસરૂમ અને મજલિસ હશે તેમજ મંદિર તરફ જતા 96 ઘંટ અને ગૌમુખ લગાવવામાં આવ્યા છે.

દ્રશ્યને પત્થરોમાં કંડારવામાં આવ્યું છે.

મંદિરમાં ઉપર જમણી બાજુએ 2019માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ પ્રસંગે પધાર્યા હતા, તે સમયની સ્મૃતિને કંડારવામાં આવી છે.

મટિરિયલમાં શું ઉપયોગ કર્યો છે

મંદિરમાં કોઈ ferrous મટિરિયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ધાર્મિક અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિઝા વગર તમે આ દેશોની સેર કરી શકો છો