શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ભક્તો ભગવાન ભોળાનાથની પૂરી શ્રદ્ધા સાથે પૂજા કરે છે.
આ મહિનામાં ભક્ત શિવજીના દર્શન માટે દૂર-દૂરથી શિવભક્તો મંદિરોમાં જાય છે. ભગવાન શિવના મંદિર વિદેશોમાં પણ છે.
શિવજીના અનેક મંદિર ખૂબ જ જાણીતા છે. આજે અમે તમને એવા જ કેટલાક મંદિરો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જ્યાં તમે શ્રાવણના મહિનામાં દર્શન કરવા માટે જઈ શકો છો.
આ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જેન શહેરમાં આવેલું છે. જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. અહીંની ભસ્મ આરતી ખૂબ જ પ્રસિદ્ધ છે.
આ પણ ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગો પૈકી એક છે. ઠંડીની સિઝનમાં અહીં હિમવર્ષા થાય છે. અહીં ભગવાનના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો આવતા રહે છે.
કાશીને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે. અહીં આવેલ કાશી વિશ્વનાથના મંદિરની ગણના ભારતના પ્રખ્યાત મંદિરોમાં થાય છે.
આ મંદિર નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આવેલું છે. જેનું નિર્માણ કાળા પથ્થરોથી થયું છે. શિવજીના 12 જ્યોતિર્લિંગો પૈકી આ પણ એક છે.
આ મંદિર તમિલનાડુમાં આવેલું છે. એવું કહેવાય છે કે, આ વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર છે. શ્રાવણ મહિનામાં અહીં ભગવાન શિવના દર્શન માટે દૂર-દૂરથી શિવભક્તો ઉમટી પડે છે.