કોઈના ચરણ સ્પર્શ કરતા પહેલા આટલુ અવશ્ય જાણો


By Pandya Akshatkumar06, Jul 2023 04:03 PMgujaratijagran.com

પરંપરા

સનાતન ધર્મમાં વૃદ્ધોના ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે. આમ કરવાથી વૃદ્ધોને સન્માન અપાય છે.

મંદિર

મંદિરમાં દેવી-દેવતાથી કોઈ મોટું હોતું નથી. તેવામાં ભગવાન સિવાય કોઈના ચરણ સ્પર્શ કરવા ન જોઈએ.

સૂતેલો વ્યક્તિ

કોઈ સૂતેલા વ્યક્તિના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી તેમની ઉંમર ઘટી જાય છે.

સ્મશાનથી પરત ફરેલો વ્યક્તિ

અંતિમ સંસ્કારમાં સામેલ થઈને પાછા આવેલા વ્યક્તિના ક્યારેય ચરણસ્પર્શ ન કરવા જોઈએ.

કુંવારી કન્યા

કુંવારી કન્યાને કદી તમારા ચરણ સ્પર્શ ન કરવા દો. તેઓ માતાજીનું સાક્ષાત સ્વરુપ છે.

શિવજીને ચઢાવેલા બિલિપત્રનો ઉપયોગ કરી દૂર કરો બીમારીઓ