શિવજીને પૂજામાં ખાસ કરીને બિલિપત્ર ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચઢાવેલા બિલિપત્રનો ઉપયોગ કરી તમે બીમારીઓને પણ ભગાવી શકો છો.
બિલિપત્ર પાચન તંત્રને સુધારે છે સાથે-સાથે પેટ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર કરે છે. ખાલી પેટ બિલિપત્ર ખાવાથી અપચો, એસિડિટી, અને ગેસની સમસ્યા દૂર થાય છે.
ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાની સાથે-સાથે બિલિપત્ર ઘણી બીમારીઓ વિરુદ્ધ ફાયદાકારક સાબિત થાય છે.
ડાયાબિટીઝ દર્દીને બ્લડ શુગર લેવલ કંટ્રોલ રાખવા માટે બિલિપત્ર ઉપયોગી છે.
હૃદયની વિવિધ બીમારીઓ સામે પણ બિલિપત્રનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે.