ભારતમાં વહેતી નદીઓ દેશના લોકો માટે જીવનદોરી સમાન છે. ભારતમાં ઘણી મોટી નદીઓ આવેલી છે જે પ્રાચીન છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. ભરપુર પીવાના પાણીનો સ્રોત એવી આ નદીઓને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. આવો જાણીએ કઈ છે એ નદીઓ
હિંદુ ધર્મમાં ગંગા નદીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આનો ઉલ્લેખ હિંદુના પવિત્ર શાસ્ત્રોમાં થયો છે.
ભારતની યમુના નદીને પણ ધાર્મિક રીતે ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આ નદીની પૂજા કરવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી પ્રદૂષણને કારણે યમુના નદીને ગંદી થઈ રહી છે
સરસ્વતી દેવીની નામ પરથી રાખવામાં આવેલી આ નદી હિમાલયમાંથી નીકળે છે અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
મધ્ય પ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાં નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેતી તાપીનું ધાર્મિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. ખેડૂતોની જીવાદોરી સમાન આ નદી લોકોના જીવનને સુખમય બનાવે છે.
મધ્યપ્રદેશના અમરકંટક નર્મદા નદીનું ઉદગમસ્થાન છે. મૈકાલા પર્વતમાળામાંથી નીકળતી આ નદી ભારતમાં પવિત્ર માનવામાં આવે છે
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ત્ર્યંબક ટેકરીઓમાંથી નીકળતી આ નદીને ભારતમાં પૂજવામાં આવે છે . આ નદી મહારાષ્ટ્ર છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ થઈને બંગાળની ખાડીને મળે છે.
ભારતની પવિત્ર નદીઓ માંથી એક કૃષ્ણા નદી મહાબળેશ્વરમાંથી નીકળી કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વહે છે.