પંખાને સાફ કરવું ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે. પંખાને વ્યસસ્થિત સાફ કરવા માટે તમે કેટલીક ટ્રિક અપનાવી શકો છો, જે પંખાને સારી રીતે સાફ કરશે. આવો જાણીએ વધુમાં
પંખાને ઉપરથી ધૂળ અને ગંદકી સાફ કરવા માટે ડસ્ટ ક્લીનરનો ઉપયોગ કરો. પંખા સાફ કરતી વખતે મોંઢા પર રૂમાલ પણ બાંધો જેથી ધૂળ નાકમાં ન જાય
ડસ્ટ ક્લીનરથી પંખાની ધૂળ સાફ કરી લો પછી સાબુવાળા પાણીમા ડુબોલી પંખાની બ્લેડ સાફ કરો.
પંખામાં લાગેલી ગ્રીસને સાફ કરવા માટે ખાવાના સોડાની મદદ લો, આનાથી પંખાની ગ્રીસ સરળતાથી સાફ થઈ શકે છે.
આ માટે ખાવાના સોડા લિક્વિડ સોપ, લીંબુનો વગેરેને મિક્સ કરી તેને કપડાંની મદદથી પંખા પર લગાવી લો, 10 મિનિટ માટે રહેવા દો. બાદમાં તેને ભીના કપડાથી સાફ કરો.
વિનેગરનો ઘરની વસ્તુઓની સાફ સફાઈ કરવામા ઉપાયોગમાં લેવામાં આવતું હોય છે. આનાથી ગ્રીસ અને જામી ગયેલા ડાઘને સાફ કરી શકાય છે.
1 કપ વિનેગર, બેકિંગ પાવડર અને લીંબુના રસને પાણીમાં મિક્સ કરી તેને પંખા પર સ્પ્રે કરી તેને 10 મિનિટ માટે છોડી દો. પછી ભીના કપડાથી સાફ કરી લો