આજકાલ વૃદ્ધો સહિત યુવાનો પણ સાંધાનો દુઃખાવાની તકલીફ રહેતી હોય છે. આની સમયસર સારવાર ન કરવાથી દુઃખાવો વધી શકે છે. આ માટે તમે ઘરે જ કેટલાંક ઉપચારો કરીને આ સમસ્યામાં રાહત મેળવી શકો છો.
હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો રહેલા હોય છે, જે આ સમસ્યામાં તમને રાહત આપે છે. આ માટે હળદર, આદુ, કાળા મરી અને મધને દૂધમાં નાખીને તેનું સેવન કરો
આદુ પણ સાંધાના દુખાવામાં મદદ કરી શકે છે. આ માટે આદુને પાણીમાં ઉકાળી, સુતરાઉ કાપડને તેમાં ડુબોળી જ્યાં દુઃખાવો રહેતો હોય ત્યાં લગાવો
મેથીના દાણાને ઓવરનાઈટ પલળી રાખી, ભીના દાણાને પીસીને તેની પેસ્ટ બનાવી લઈ તેને દુખાવાની જગ્યા પર લગાવો.
જે લોકોને સાંધાના દુઃખાવાની તકલીફ થતી હોય તેમને ગ્રીન ટી નું સેવન કરવું ફાયદાકરક રહે છે. આ માટે દિવસમાં બેથી ત્રણ વખત ગ્રીન ટીનું સેવન કરો.
જે જગ્યાએ તમને વધુ દુઃખાવો રહેતો હોય ત્યાં અજમાની વરાળ લો, આ માટે અજમાને પાણીમાં સારી રીતે ઉકાળી લઈ તેને તેની વરાળ દુઃખાવાની જગ્યા પર લો
સરસવનું તેલ અને કપૂરમાં રહેલા ગુણો પણ સાંધાના દુઃખાવામા મદદ કરે છે. આ માટે તેને નવશેકું ગરમ કરી સાંધા પર લગાવી મસાજ કરો
લીમડાના તેલને નવશેકું ગરમ કરી દુખાવાની જગ્યા પર લગવવાથી તમને રાહત મળશે. સવાર સાંજ બે ટાઈમ આ તેલથી માલિશ કરો