મહેલો, મંદિરો અને કિલ્લાઓ માટે જાણીતું ઉદયપુર શહેર ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. જો તમે તમારા મિત્રો સાથે એક શોર્ટ ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ તો આ શહેર સારો વિકલ્પ છે. ઉદયપૂરના આ સ્થળો તેના ઐતિહાસિક મુલ્યો અને સંસ્કૃતિને ઉજાગર કરે છે, જેની તમે મુલાકાત લઈ શકો છો
આ મ્યુઝિયમમાં મેવાડના મહારાણોના 250 થી વધુ સિનોટાફનું પ્રદર્શન છે. આ મ્યુઝિયમમા હવે ઉત્ખનન દરમિયાન મળેલી વસ્તુઓ સાચવવા માટે થાય છે.
પિચોલા તળાવના કિનારે આવેલુી બાગોર કી હવેલીની પણ તમે મુલાકાત લઈ શકો છો. આ હવેલીમાં અંદરના ભાગમાં અરીસો અને કાચનું કામ કરવામાં આવ્યું છે.કાચની મદદથી સુંદર મોર આર્ટ વર્ક કરવામાં આ્વ્યું છે
આ સહેલિયોં કી બારી 48 કુમારિકાઓ માટે બનાવવામાં આવી હતી. આ બગીચો રાણીનું મનપસંદ આરામ સ્થળ હતું. આની અંદર કમળનો નાનું તળાવ અને મ્યુઝીયમ આવેલું છે જેમા ભારતની કેટલીક પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ છે
ઉદયપૂર જઈ રહ્યા હોવ તો સિટી પેલેસની જરૂરથી મુલાકાત લેવી જોઈએ, અહીં તમે સુંદર બગીચાની સેર પણ કરી શકો છો, સાથે મહેલોની મુલાકાત લઈ પરંપરાગત રાજસ્થાની શૈલીને વધું નજીકથી જાણી શકો છો
અહીં તમે બોંટીગનો આનંદ માણી શકો છો, અને બોટમાંથી તમે સિટી પેલેસ અને સુંદર જગ મંદિરને નિહાળી શકો છો
જગ મંદિર તેના ભવ્ય આગંણાઓ, અને ત્યાં કરવામાં આવેલી કલાકૃતિ માટે પ્રખ્યાત છે. આ સિવાય તમે ત્યા લીલાછમ બગીચામાં સેર કરી શકો છો.
ઉદયપૂરમા ફતેહ સાગર તળાવ પણ મુલાકાત લઈ શકાય તેવું ઉત્તમ સ્થળ છે, અહીં તમે કુદરતી સુંદરતા વચ્ચે હળવાશની પળો માણી શકો છો
સજજનગઢ પેલેસ પર્વત બનાવેલો એક સુંદર પેલેસ છે, જ્યાંથી તમને ઉદયપુરના સુંદર દ્ર્શ્યો જોઈ શકો છો. ચોમાસામાં આ જગ્યા વધું સુંદર દેખાય છે
જગદીશ મંદીર સિટી પેલેસના ભવ્ય પ્રવેશદ્વાર 150 મીટરના અંતરે આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહની અંદર ચાર હાથથી સજ્જ ભગવાન વિષ્ણુની કાળા પથ્થરની આકૃતિ જોવા મળે છે
અહીં સમગ્ર ભારતમાં એન્ટિક કારનું એગ્ઝીબીશન કરવામાં આવે છે, અહીં રોલ્સ રોયસ સિલ્વર ગોસ્ટ, એમજી ટીસી કન્વર્ટીબલ જેવી કારનું પણ કલેક્શન છે