'ધરતીનું સ્વર્ગ' ગણાતા કાશ્મીરની 7 સૌથી જોખમી જગ્યા, જતાં પહેલા જાણી લો


By Sanket Parekh05, Apr 2023 04:41 PMgujaratijagran.com

ગુરેઝ વેલી

જમ્મુ-કાશ્મીરમાં આવેલી ગુરેઝ વેલીને મોતનો કૂવો માનવામાં આવે છે. કાશ્મીરમાં રહેલ આ વેલી ઊંડી ખીણ અને ઊંચા પહાડો માટે ફેમસ છે. આ પહાડની ટોચ પર જવામાં જીવનું જોખમ રહેલું છે.

ખૂની નાળું

કાશ્મીરમાં રહેલ ખૂની નાળું ખૂબ જ ડરામણી કહાનીઓ માટે ફેમસ છે. આ નાળાં અંગે એવું કહેવાય છે કે, તે કાળી સાડી વાળી મહિલાથી શાપિત છે. અહીં અવારનવાર દુર્ઘટનાઓ ઘટતી રહે છે.

ગાવકદલ પૂલ

શ્રીનગરમાં આવેલ ગાવકદલ પુલ એક ભયાવહ જગ્યા તરીકે ફેમસ છે. એવું કહેવાય છે કે, આ પૂલ ઉપર 1990માં નરસંહાર થયો હતો, જેમાં 250 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ચાદર ટ્રેક

જમ્મુ-કાશ્મીરમાં આવેલ સૌથી જોખમી ટ્રેકની વાત થાય, તો સૌથી પહેલા ચાદર ટ્રેકનું નામ લેવામાં આવે છે. મૉનસૂનના સમયે આ સ્થળ મોતનો કૂવો માનવામાં આવે છે.

જોજિલા પાસ

જોજિલા પાસ વિશે મોટાભાગે દરેક લોકો જાણતા જ હશે. જણાવી દઈએ કે, આ પણ જમ્મુ-કાશ્મીરની સૌથી જોખમી જગ્યાઓમાં સામેલ છે. બર્ફવર્ષા સમયે અહીં જવું અસંભવ છે.

રિમો કાંગરી

દરિયાઈ સપાટીથી લગભગ 8 હજાર કરતાં પણ વધુ મીટરની ઊંચાઈ પર આવેલ રિમો કાંગરી જમ્મુ-કાશ્મીરનું સૌથી ડરામણી જગ્યાઓ પૈકી એક છે. અહીં શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય છે.

ટાટાકૂટી પીક

જમ્મુ-કાશ્મીરમાં આવેલ જે પીકને સૌથી જોખમી માનવામાં આવતી હોય, તો તેનું નામ છે ટાટાકૂટી પીક. જેની ઊંચાઈ લગભગ 4 હજાર મીટરથી પણ અધિક છે.

કાળઝાળ ગરમીથી બચવું છે, તો વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન