હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ડાયેટની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પણ સંતુલિત આહાર લેવો ઘણો જરૂરી છે. તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓન સેવનથી હૃદયને સ્વસ્થ રાખી શકો છો
હળદરમાં રહેલા એન્ટી ઇન્ફ્લમેટરી ગુણ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
આદુ ચોમાસા દરમિયાન થતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે અને અને લોહીમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે
ઓલિવ ઓઈલ પણ શરીરમાં બળતરા ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે
જીરુંનું આયુર્વેદમાં પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
ફુદીનો હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં ઉપયોગી છે. આમાં રહેલા એન્ટી ઇન્ફ્લમેટરી ગુણો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કઠોળમાં એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર જેવા પોષક તત્વો વધુ હોય છે, જે હૃદયના કાર્યમાં મદદ કરે છે.