ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે આ હેલ્ધી ડ્રીન્ક પીવો


By Smith Taral27, Jul 2024 05:27 PMgujaratijagran.com

લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકની ગંભીર બીમારી નોતરી શકે છે, કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ રક્તવાહિનીમાં બ્લોકેજ કરી લોહીના પ્રવાહમાં અડચણ ઊભી કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં વધે તે પહેલા સ્વાસ્થ્યનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. તમે આ હેલ્ધી ડ્રીન્કનું સેવન કરી બેડ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકો છો

આદુનું પાણી

આદુમા કેલ્શીયમ, મેગ્નેનિશનય અને ઘણા પ્રકારના વિટામિન રહેલા હોય છે જે બેડ કોલેસ્ટ્રોને ઘટાડવામાં મદદ કરે છે

કેવી રીતે છે ફાયદાકારક

આદુમાં એક્ટીવ એન્ટીઓક્સીડન્ટ હોય છે જે લોહીમા લીપીડની માત્રા ઓછી કરી બ્લોકેજ થતા અટકાવે છે

રીસર્ચ

NCBIએ ઉંદરના સમુહ પર રીસર્ચ કરીને મેળવ્યું કે ઉંદરને આદૂનું પાણી પીવડાવાથી તેમના લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ 27% સુધી ઘટ્યું હતું.

કેવી રીતે કામ કરે છે

રીસર્ચર્સના માનવા પ્રમાણે આદુમાં હાઈપોલિપીડેમીક એજન્ટ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલ સામે રક્ષણ આપે છે

હ્રદયનું સ્વાસ્થ્ય

કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે આદુનું પાણી પીવાથી હ્રદયનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

કેવી રીતે બનાવવું આદુનું પાણી

આ માટે એક વાસણમાં આદું નાખીને તેને 10 થી 20 મિનીટ સુધી ઉકાળો અને તે પાણીને ચાની માફર ધીરે ધીરે પીવો

Chikungunya: ચિકનગુનિયાને આ રીતે ઓળખો અને ઝડપથી નિદાન કરાવો