ચોમસામાં સૌથી વધું જોખમ મચ્છરજ્ન્ય રોગનું રહે છે, મલેરીયા અને ચિકનગુનિયા જેવા રોગ ઘણી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આવો જાણીએ ચિકનગુનિયાના લક્ષણો અને તેના નિદાન વિશે
ચિકનગુનિયા ફેલવાનો મુખ્ય કારણ સ્વચ્છતાનો અભાવ અને અસ્વચ્છ પાણી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધું મચ્છર પેદા થાય છે. આ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંપર્કમાં આવાથી પણ ચિકનગુનિયા થઈ શકે છે.
ચિકનગુનિયાના રોગમા મુખ્ય લક્ષણોમાં શરીર અને સાંધાના દુખાવાની ફરીયાદ રહે છે.
ચિકનગુનિયામાં માથાનો દુખાવો પણ એક લક્ષણ હોઈ શકે છે, જો તમે શરીરના દુખાવા સાથે માથામાં પણ દુખાવો રહેતો હોય તો તરતજ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ
ચિકનગુનિયાની બીમારીમાં વ્યક્તિને તાવ પણ આવે છે, સાથે આંખોમાં બળતરા અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો પણ જોવા મળે છે
ચિકનગુનિયા માટે કોઈ રસી કે દવા ઉપલબ્ઘ નથી, આમાં દર્દી એક અઠવાડિયામાં સાજો થઈ જાય છે, પરંતુ સમયસર ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે
આ રોગના લક્ષણો જોતા ડોક્ટર તે પ્રમાણેની દવા આપે છે અને દર્દીને વધુમાં વધું પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવે છે